Experts opinion about farm law: કૃષિ કાયદા રદ કર્યા બાદ નિષ્ણાંતોએ કહ્યું- કૃષિ કાયદા રદ થતાં કૃષિ ક્ષેત્રે વિકાસ ૧૦ વર્ષ પાછો ધકેલાયો
Experts opinion about farm law: કાયદા રદ થવાથી ઈન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ, અસંગઠિત સેવા ક્ષેત્રો વગેરે ઉદ્યોગોને ભારે નુકસાન થશે : નિષ્ણાતોની ચેતવણી
નવી દિલ્હી, 20 નવેમ્બરઃ Experts opinion about farm law: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરતાં શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે સરકાર સારી દાનત અને સમર્પણ ભાવથી દેશના ખેડૂતોના કલ્યાણ માટે આ કાયદા લઈને આવી હતી, પરંતુ દેશના કેટલાક ખેડૂત ભાઈઓને સરકાર સમજાવી શકી નહીં. દેશમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો વડાપ્રધાનના આ નિવેદનથી સંમત છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદા રદ થતાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક દાયકો પાછો ધકેલાઈ ગયો છે. ખેડૂતો સારી દાનથી રજૂ થયેલા કાયદા સમજી શક્યા નહીં.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ કાયદા મુદ્દે વધતા રાજકીય વિરોધ અને ખેડૂત આંદોલનના કારણે કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કરવો પડયો. મોદી સરકારે આ નિર્ણય દુઃખી મનથી લીધો હશે. હકીકતમાં આ કાયદા સારી દાનથી લાવવામાં આવ્યા હતા. આ કાયદા પાછા ખેંચાવાથી સંભવતઃ દેશના વિકાસને એક મોટો ફટકો ફટકો પહોંચ્યો છે. આ પગલાંની અસર એ થશે કે આગામી સરકારો પણ હવે કૃષિ અને મજૂરો માટે મોટા સુધારાત્મક નિર્ણયો લેવાથી બચશે.
તેમણે ઉમેર્યું હતું કે, કોઈ ક્રાંતિકારી પરિવર્તનનો નિર્ણય લેવાશે તો તેના પર રાજકીય કારણોથી વિરોધ થવો શક્ય છે. એવામાં ક્યાંક ને ક્યાંક વિકાસની ગાડી ખોટકાઈ શકે છે. જે રીતે મોદી સરકાર કૃષિને એક વ્યવસાયના રૂપમાં જોઈને જમીનથી વધુ ઉપજનું સાચું મૂલ્ય, કૃષિ ઉપજના વ્યાવસાયિક ઉપયોગ, ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય, કૃષિ ઉપજને ખેડૂતોને દલાલીથી મુક્તિ આપવા જેવા મુદ્દાઓ અંગે સુધારાવાદી પગલાં ઉઠાવી રહી હતી. પરંતુ હવે નિશ્ચિતરૂપે આ પગલાંઓનો અમલ ૧૦ વર્ષ આગળ ધકેલાઈ ગયો છે. તેનાથી માત્ર કૃષિ ક્ષેત્રને ફટકો જ નહીં પહોંચે પરંતુ અસંગઠિત ક્ષેત્રના મજૂરોએ પણ હવે સુધારાથી વંચિત રહેવું પડશે.
આ પણ વાંચોઃ Chanakya Niti: બુદ્ધિશાળી વ્યક્તિઓ ક્યારેય આ 5 વસ્તુઓને જાહેરમાં કરતા નથી- વાંચો વિગત
મોદી સરકારે ક્યાંક ને ક્યાંક નાના સ્તરે પરિવર્તનના આ સુધારા નાના સ્તર પર ચાલુ રાખવા જોઈએ. કેન્દ્રની પીછેહઠને કારણે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી અને ફૂડ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીમાં સુધારાની જે આશા દેખાતી હતી તે આશાઓ પર કુઠારાઘાત થયો છે. કૃષિ કાયદા વ્યાપક સ્તરે ખેડૂતોને લાભ પહોંચાડનારા હતા. તેનાથી દેશના જીડીપીમાં સુધારાની સંભાવનાઓ હતી, આ બાબતે પણ આ એક મોટો ફટકો છે. આ કાયદા રદ થવાથી ઈન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ, અસંગઠિત સેવા ક્ષેત્રો વગેરે ઉદ્યોગોને ભારે નુકસાન થશે.
વધુમાં કૃષિ યોગ્ય ભૂમિનો સંપૂર્ણ ઉપયોગ ના થવાથી દેશના અર્થતંત્રના આગળ વધવાની સંભાવનાઓ ઘટી ગઈ છે. સૌથી મોટી વાત જે રીતે વિરોધ થયો તેના કારણે આગામી સમયમાં સરકાર કોઈપણ સાહસિક નિર્ણય લેતા ખચકાશે, જે વિકાસશીલ દેશની પ્રગતિની દૃષ્ટિએ યોગ્ય નથી તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

