Chanakya Niti

Chanakya Niti: બુદ્ધિશાળી વ્યક્તિઓ ક્યારેય આ 5 વસ્તુઓને જાહેરમાં કરતા નથી- વાંચો વિગત

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં વર્ણવેલ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે

જ્યોતિષ ડેસ્ક, 20 નવેમ્બરઃ Chanakya Niti: ચાણક્ય નીતિ આચાર્ય ચાણક્ય રાજકારણના મહાન વિદ્વાન હતા. આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં વર્ણવેલ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. આચાર્ય ચાણક્ય અનુસાર, બુદ્ધિશાળી વ્યક્તિએ કેટલીક વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ. આચાર્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય તેની પત્ની વિશે, તેની સંપત્તિ વિશે, તેની નિષ્ફળતા વિશે ન કહેવું જોઈએ.

  • આચાર્ય ચાણક્ય રાજકારણના મહાન વિદ્વાન હતા. આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં વર્ણવેલ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. આચાર્ય ચાણક્ય અનુસાર, બુદ્ધિશાળી વ્યક્તિએ કેટલીક વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ. આચાર્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય તેની પત્ની વિશે, તેની સંપત્તિ વિશે, તેની નિષ્ફળતા વિશે ન કહેવું જોઈએ. ચાણક્ય નીતિએ કહ્યું કે બુદ્ધિશાળી વ્યક્તિએ ક્યારેય પોતાના વિશે જાહેર ન કરવું જોઈએ કે હવે તે ગરીબ બની ગયો છે. જો તે આવું કરે તો સમાજમાં તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે.
  • ચાણક્ય નીતિ(Chanakya Niti) અનુસાર, જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે તેણે ક્યારેય પોતાની ભાવનાઓને નારાજગી સાથે વ્યક્ત કરવી જોઈએ નહીં. જો તમને ગુસ્સો આવે તો તેને ક્યારેય ખુલ્લેઆમ વ્યક્ત ન કરો.

આ પણ વાંચોઃ Sardar patel award:ઓર્ગેનિક ખેતી દ્વારા ખેતપેદાશનું પ્રોસેસીંગ – મુલ્યવર્ઘન કરનાર વિશાલ વાટીકાનું સરદાર પટેલ એવોર્ડ દ્વારા સન્માન

  • ચાણક્ય નીતિ અનુસાર, સમજદાર માણસે સમાજમાં પોતાની પત્નીના ખોટા વ્યવહાર વિશે ક્યારેય જણાવવું જોઈએ નહીં. આમ કરવાથી સમાજમાં વ્યક્તિના માન-સન્માનને કલંકિત કરી શકાય છે. જ્યારે તમારી પત્ની તમારા સાથે કોઈ ફ્રોડ કરે છે અથવા તો કલંકિત કાર્ય કરી રહી છે તો તેને સમજાવાનો પ્રયત્ન કરો અને બંન્ને વચ્ચેના અણબનાવો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • આચાર્ય ચાણક્ય પોતાની નીતિમાં કહે છે કે બુદ્ધિશાળી વ્યક્તિએ સમાજમાં પોતાની નિષ્ફળતા, અપમાન અને કડવી વાતોને ક્યારેય સ્વીકારવી ન જોઈએ. ચાણક્ય નીતિમાં એવી ઘણી બધી વાતોનો સમાવેશ થાય છે. જેને જીવનમાં ઉતારવાથી તમારા જીવન એક દમ સારુ બની શકે છે, જ્યારે ચાણક્યનીતિમાં જીવનને અનુરૂપ અનેક ઉદ્યેશ્ય આપવામાં આવ્યા આવેલી તમામ બાબતોનો જીવનમાં ઉતારવાથી જીવન સારુ બની જાય છે.
  • આચાર્ય ચાણક્યના મતે જે દુષ્ટ લોકો બીજાના છુપાયેલા દોષોને ઉજાગર કરે છે તેઓનો એ રીતે નાશ થાય છે જે રીતે કીડીઓના ટેકરામાં સાપ મરી જાય છે અને તેઓ તેને ખાઈ જાય છે.
Whatsapp Join Banner Guj