Fire electric scooter showroom: ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ કરતી વખતે શો રૂમમાં બની દુર્ઘટના, ભીષણ આગ લાગવાથી 8ના લોકોના મોત નિપજ્યા

Fire electric scooter showroom: શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે આવેલ ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ Fire electric scooter showroom: તેલંગાણાની રાજધાની હૈદરાબાદની પાસે આવેલા સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જાણવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બાઇકને ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે સમગ્ર શોરૂમને લપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.

જણાવી દઈએ કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે.  હૈદરાબાદના નોર્થ ઝોનના અપર ડીસીપીએ જણાવ્યું હતું કે, ‘શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે આવેલ ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમની ઉપર એક લોજ હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.’

આ પણ વાંચોઃ Sarabjit singh wife death: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન- વાંચો વિગત

આ પણ વાંચોઃ Heavy rains in Gujarat: ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, હજી ત્રણ દિવસ વરસાદની આગાહી

Gujarati banner 01