First person dies of monkey pox in the country

Research on Monkeypox Symptoms: રિસર્ચમાં મંકીપોક્સના નવા લક્ષણો ચિંતાજનક, વાંચો શું સંશોધનમાં આવ્યુ સામે

Research on Monkeypox Symptoms: રિસર્ચર્સનું માનીએ તો થોડા સમય પહેલા રિસર્ચ દરમિયાન મગજ પર સ્મોલ પોક્સની અસર ચેક કરવામાં આવી

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ Research on Monkeypox Symptoms: કોરોના બાદ દેશ દુનિયામાં મંકીપોક્સ વાયરસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેમ જેમ તેના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ તેના નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં તેના પ્રમુખ લક્ષણોમાં શરીરમાં ફોલ્લા પડવા અને અન્ય લક્ષણ ફ્લૂ જેવા જોવા મળ્યા છે. પરંતુ હાલમાં જ ઈ-ક્લીનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં તેના કેટલાક નવા લક્ષણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ લક્ષણો એવા છે કે જેના વિશે સાંભળીને તમે પરેશાન થઈ શકો છો. 

રિસર્ચર્સનું માનીએ તો થોડા સમય પહેલા રિસર્ચ દરમિયાન મગજ પર સ્મોલ પોક્સની અસર ચેક કરવામાં આવી હતી. આ સાથે જ સ્મોલ પોક્સ વિરુદ્ધ વેક્સીનેટેડ લોકો પણ આ વાયરસનો પ્રભાવ જોવા મળ્યો. આ દરમિયાન લોકોમાં અનેક પ્રકારના ન્યૂરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ મળ્યા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ માથા પર મંકીપોક્સની અસરને જાણવાની કોશિશ કરી.

આ પણ વાંચોઃ Fire electric scooter showroom: ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ કરતી વખતે શો રૂમમાં બની દુર્ઘટના, ભીષણ આગ લાગવાથી 8ના લોકોના મોત નિપજ્યા

આ દરમિયાન જાણવા મળ્યું કે મંકીપોક્સથી ગ્રસ્ત 2-3 ટકા લોકો ગંભીર રીતે બીમાર હોય છે અને તેમને સીઝર અને મગજમાં સોજા (ઈન્સેફેલાઈટિસ) હોય છે. અહીં તમારા માટે એ જાણવું જરૂરી છે કે ઈન્સેફેલાઈટિસ એક એવી સ્થિતિ હોય છે જેમાં દર્દી જીવનભર વિકલાંગ થઈ શકે છે. 

આ રિસર્ચ દરમિયાન મંકીપોક્સ પર થયેલા અન્ય સ્ટડીઝના ડેટાને પણ ચેક કરાયો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે લોકોમાં માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને થાક જેવા ન્યૂરોલોજિકલ લક્ષણ પણ જોવા મળ્યા. જો કે રિસર્ચમાં એ સ્પષ્ટ ન થયું કે આ લક્ષણ કેટલા દિવસ સુધી રહી શકે છે. સાઈક્યાટ્રિક સમસ્યાઓ જેમ કે એંગ્ઝાઈટી અને ડિપ્રેશન કેટલા ટકા દર્દીઓમાં હોઈ શકે છે તેને લઈને રિસર્ચની જરૂર છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તમામ ન્યૂરોલોજિકલ અને સાઈક્યાટ્રિક લક્ષણ મંકીપોક્સના સંક્રમણ દરમિયાન જોવા મળી રહ્યું છે પરંતુ તેની પાછળ વાયરસનો  હાથ છે કે નહીં તેની પુષ્ટિ હાલ થઈ શકે નહી. હજી આ મુદ્દે અભ્યાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ Sarabjit singh wife death: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન- વાંચો વિગત

Gujarati banner 01