Sarabjit singh wife death

Sarabjit singh wife death: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન- વાંચો વિગત

Sarabjit singh wife death: સુખપ્રીત કૌર પોતાની પુત્રી સ્વપ્નદીપને મળવા માટે પાડોશીની સાથે બાઇક પર સવાર થઈને જાલંધર જવા માટે અમૃતસર જઈ રહ્યાં હતા

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃSarabjit singh wife death: રોજ બરોજ રોડ અકસ્માતના કિસ્સા સામે આવી રહ્યાં છે. રવિવારે સુખપ્રીત કૌર પોતાની પુત્રી સ્વપ્નદીપને મળવા માટે પાડોશીની સાથે બાઇક પર સવાર થઈને જાલંધર જવા માટે અમૃતસર જઈ રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન આજે સવારે નિધન થયું છે. 

જાણકારી પ્રમાણે જ્યારે સુખપ્રીત કૌર અમૃતસરના ખજાના ચોક પર પહોંચ્યાં તો તે બાઇકની પાછળથી પડી ગયા અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને અમૃતસરની મહાજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હવે સુખપ્રીત કૌરના અંતિમ સંસ્કાર મંગળવારે ભિખીવિંડના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Heavy rains in Gujarat: ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, હજી ત્રણ દિવસ વરસાદની આગાહી

નોંધનીય છે કે સરબજીતને પાકિસ્તાનની કોર્ટે આતંકવાદ તથા જાસૂસી માટે દોષી ઠેરવ્યો હતો અને 1991માં મોતની સજા ફટકારી હતી. પરંતુ સરકારે 2008માં સરબજીતને ફાંસી આપવા પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ એપ્રિલ 2013માં લાહોરમાં કેદીઓના હુમલા બાદ સરબજીતનું મોત થઈ ગયું હતું. 

સરબજીતે પાકિસ્તાનમાં કહ્યું કે તે એક કિસાન છે અને સરહદ નજીક તેનું ઘર છે. તે ભટકીને પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયો છે. પરંતુ પાકિસ્તાને તેની કોઈ વાત માની નહીં.

નોંધનીય છે કે સરબજીત સિંહની બહેરન દલબીરનું આ વર્ષે 26 જૂને નિધન થયું હતું. તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભાઈને ભારત પરત લાવવાની મુહિમ શરૂ કરી હતી. 60 વર્ષના બલબીર કૌરનું નિધન કાર્ડિયક અરેસ્ટને કારણે થયું હતું. 

આ પણ વાંચોઃ Attack on Jignesh Mevani: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી પર થયો હુમલો? ટ્વીટ કરી કર્યો ઘટસ્ફોટ- જાણો સમગ્ર ઘટના વિશે

Gujarati banner 01