Holi special trains: અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનો
Holi special trains: અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદ, 07 માર્ચ: Holi special trains: પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળી ત્યોહાર અને ઉનાળાની મોસમને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
1. ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (8 ફેરા)
ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 10 માર્ચથી 31 માર્ચ 2025 સુધી દરેક સોમવારે અમદાવાદથી સવારે 09:10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 20:30 કલાકે દાનાપુર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 11 માર્ચથી 01 એપ્રિલ 2025 સુધી દરેક મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 12:15 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ડકનિયા તળાવ, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પં. દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ હશે.
2. ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (14 ફેરા)
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 9,13,16,20,23,27 અને 30 માર્ચ 2025 (ગુરૂવાર અને રવિવાર)ના રોજ સાબરમતીથી 17:20 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 17.00 કલાકે હરિદ્વાર પહોંચશે.
આ પણ વાંચો:- Benefits of Clay Pot Water: ગરમીમાં ફ્રિઝનું નહીં પીવો માટલીનુ પાણી, સ્વાસ્થ્ય માટે છે ખૂબ લાભદાયી
આ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 10,14,17,21,24,28 અને 31 માર્ચ 2025 (શુક્રવાર અને સોમવાર) ના રોજ હરિદ્વારથી 21:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર(જયપુર), બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ હશે.
ટ્રેન નંબર 09417 અને 09425 નું બુકિંગ 7 માર્ચ, 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો