Improper treatment of Yugbhushan Suriji in Ghatkopar: મુંબઇ – ઘાટકોપરમાં યુગભૂષણસુરિજી મ.સા સાથે અયોગ્ય વ્યવહાર
મુંબઈ, 10 માર્ચ: Improper treatment of Yugbhushan Suriji in Ghatkopar: જૈન સમાજના વરિષ્ઠ સાધુ યુગભૂષણસુરિજી મહારાજ સાહેબના 80 જેટલા સાધુ-સાઘ્વી વિહાર કરી ઘાટકોપર નવરોજી લેન ઉપાશ્રય ખાતે પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ અયોગ્ય વ્યવહાર કર્યો હતો.જે જૈન સમાજ માટે અશોભનીય હતો. મુંબઇના ભાંડુપથી ઘાટકોપર નવરોજીલેન ઉપાશ્રય ખાતે વરિષ્ઠ મહારાજ સાહેબ યુગભૂષણ મ.સા તેમના સંઘ સાથે સ્ટ્રેચરમાં પહોંચ્યા હતા.
તે સમયે સમાજના કેટલાક લોકોએ વિરોધ કરી 80 સાધુ-ભગવંતોને ઉપાશ્રયમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો સાથે જ સ્ટ્રેચર પર રહેલા મહારાજ સાહેબને ઘર્ષણમાં લઈ ઉપાશ્રયમાંથી બહાર કાઢ્યા હતા.આ પ્રકારનો વ્યવહાર સમાજના જ લોકો દ્વારા કરવામાં આવે તે વ્યાજબી ના કહેવાય. 200 લોકોના ટોળાએ કરેલા આવા કૃત્યને વખોડવામાં આવે છે.
જૈન સમાજના સામાન્ય રીતે આવા બનાવો બનતા નથી પણ યુગભૂષણ મહારાજ સાહેબે ભૂતકાળમાં જૈન સમાજના વિહારધામો અને જીનાલયો માટે કાર્યરત શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના એક તરફી નિર્ણયો સામે અવાજ ઉઠાવ્યો હતો.તેમજ સૂચન કર્યું હતુ કે જૈન સમાજના નિર્ણયો માત્ર એક પેઢી હસ્તક રહેવાને બદલે સાધુ-ભગવંતો અને સમાજને સાથે રાખી લેવા જોઈએ.
ઘાટકોપરમાં મહારાજ સાહેબ સાથે થયેલા ઘર્ષણ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે મધ્યસ્થી કરી યુગભૂષણ મહારાજ સાહેબના 80 સાધુ સંતોને નજીકના ઉપાશ્રય ખાતે ઉતારો આપી મામલો શાંત પડ્યો હતો.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.