india 8 states new governor: રાષ્ટ્રપતિએ મોદી મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં 8 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરી- વાંચો વિગત
india 8 states new governor: કર્ણાટકના ગવર્નર અને ગુજરાતના કદાવર નેતા વજુભાઈ વાળાને સ્થાને થાવરચંદ ગહેલોતને ગવર્નર બનાવ્યા
નવી દિલ્હી, 06 જુલાઇઃ india 8 states new governor: મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ પહેલા દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 જેટલા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરી છે. જે અંતર્ગત કેબિનેટપ્રધાન થાવરચંદ ગેહલોતને કર્ણાટકના નવા રાજ્યપાલ(india 8 states new governor) નિયુક્ત કરવામાં આવ્યાં છે
થાવરચંદ ગેહલોત મોદી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા હતા. જ્યારે કે ગુજરાતના પૂર્વ પ્રધાન મંગુભાઇ પટેલને મધ્ય પ્રદેશના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણાના રાજ્યપાલ તરીકે બંડારુ દત્તાત્રેય, ગોવાના રાજ્યપાલ તરીકે પીએસ શ્રીધરન પિલ્લઇ, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજેન્દ્ર આર્લેકરની વરણી કરાઇ છે.
મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ કંભમપતિ, ત્રિપુરાના રાજ્યપાલ તરીકે સત્યદેવ નારાયણ અને ઝારખંડના રાજ્યપાલ તરીકે રમેશ બૈસની નિયુક્તિ કરાઇ છે. વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે તેમની જગ્યાએ થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવાયા છે.
વજુભાઇ વાળા ફરી રાજકોટ આવશે. 2014માં વજુભાઇ વાળા કર્ણાટકના ગવર્નર બન્યા હતાં. સાત વર્ષ સુધી તેઓએ કર્ણાટકનાં ગવર્નર તરીકે સેવા આપી છે.મંગુભાઈ પટેલ ભાજપાના અગ્રણી અને વન અને પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ધારાસભ્યપદે 6 વખત ચૂંટાઈ આવ્યા છે અને મંત્રીપદે ત્રણ ટર્મ સુધી સેવા આપી છે. જેઓ એક સમયે ગુજરાતમાં સાઈડલાઈન થયા હતા. હવે ભાજપે તેમને બહુમાન આપી એમપીના ગવર્નર બનાવ્યા છે.
હાલમાં એમપીના ગવર્નરનો વધારોનો ચાર્જ એ આનંદીબેન પટેલ પાસે હતો. આનંદીબેન ઉત્તર પ્રદેશના ગવર્નર છે પણ સરકારે તેમને વધારાનો ચાર્જ આપ્યો હતો. હવે મંગુભાઈ પટેલ એમપીના ગવર્નર નિમાયા છે. સૌથી મોટી બાબત એ છે કે કર્ણાટકના ગવર્નર અને ગુજરાતના કદાવર નેતા વજુભાઈ વાળાને સ્થાને થાવરચંદ ગહેલોતને ગવર્નર બનાવ્યા છે. હવે વજુભાઈ વાળા ગુજરાતમાં રિટર્ન આવે છે કે સરકાર કોઈ બીજી જવાબદારી સોંપે છે એ જોવાનું રહેશે.
1995થી 2012 સુધી તેઓ ભાજપની સરકારમાં નાણાંમંત્રી પદે રહ્યા હતા. તેમણે 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો. જો કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યાં, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. આમ 1985થી 2012 સુધી 8 વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા
| રાજ્ય | નવા રાજ્યપાલ |
| કર્ણાટક | થાવરચંદ ગેહલોત |
| મધ્ય પ્રદેશ | મંગુભાઈ પટેલ |
| હરિયાણા | બંડારૂ દત્રાત્રેય |
| ત્રિપુરા | સત્યદેવ નારાયણ |
| ઝારખંડ | રમેશ બૈસ |
| મિઝોરમ | હરિબાબુ કામ્ભાપતિ |
| હિમાચલ | રાજેન્દ્ગમ વિશ્વનાથ |
| ગોવા | પીએસ શ્રીધરન પિલ્લઇ |

આ પણ વાંચોઃ રાજ્યના ખેડૂતો(Gujarat farmer)ને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે
