Remarriage

Remarriage: હાઇકોર્ટનો પુનઃલગ્નને લઇને લીધો મોટો નિર્ણય, વાંચો વિગત

Remarriage: હાઇકોર્ટે કહ્યું કે પતિના મૃત્યુ બાદ જો મહિલા પુનર્લગ્ન કરે અને તે સંપૂર્ણ રીતે સાબિત થઇ જાય તો દિવંગત પતિની સંપત્તિ પર તેનો અધિકાર ખતમ થઇ જાય છે

નવી દિલ્હી, 06 જુલાઇઃ Remarriage: પુનર્લગ્નને લઇને છત્તીસગઢ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે પતિના મૃત્યુ બાદ જો મહિલા પુનર્લગ્ન કરે અને તે સંપૂર્ણ રીતે સાબિત થઇ જાય તો દિવંગત પતિની સંપત્તિ પર તેનો અધિકાર ખતમ થઇ જાય છે.હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સંજય કે અગ્રવાલે 28 જૂને અપીલકર્તા લોકનાથની વિધવા કિયા બાઇ વિરુદ્ધ ફાઇલ કરવામાં આવેલા સંપત્તિના કેસ સાથે સંબંધિત એક અપીલ ફગાવી દીધી. અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિધવાએ સ્થાનિક રીતિ-રિવાજો સાથે પુનર્લગ્ન (Remarriage) કર્યા હતા. અપીલકર્તા લોકનાથ કિયા બાઇના પતિના પિતરાઇ ભાઇ છે.

આદેશમાં કહેવામાં આવ્યું કે હિન્દુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856ની ધારા છ અનુસાર પુનર્લગ્ન(Remarriage)ના મામલે લગ્ન માટે તમામ ઔપચારિકતાઓ સાબિત કરવી જરૂરી છે. આદેશ અનુસાર આ વિવાદ કિયા બાઇના પતિ ઘાસીની સંપત્તિના હિસ્સા સાથે સંબંધિત છે. ઘાસીનું વર્ષ 1942માં મૃત્યુ થઇ ગયું હતુ. વિવાદિત સંપત્તિ મૂળ રૂપે સુગ્રીવ નામના વ્યક્તિની હતી જેના ચાર દિકરા મોહન, અભિરામ, ગોવર્ધન અને જીવનધન છે. તમામના મૃત્યુ થઇ ચુક્યા છે. ગોવર્ધનનો એક પુત્ર લોકનાથ આ મામલે ફરિયાદી હતો જ્યારે ઘાસી, અભિરામનો પુત્ર હતો.

લોકનાથ, જે હાલ જીવંત નથી, તેણે દાવો કરતાં અદાલતની શરણ લીધી હતી કે કિયા બાઇએ પોતાના પતિના મૃત્યુ બાદ વર્ષ 1954-55માં ચૂડી પ્રથા (એક પ્રકારનો પરંપરાગત રિવાજ જેમાં એક વ્યક્તિ વિધવાને ચૂડી ભેટ આપીને લગ્ન કરે છે)ના માધ્યમથી બીજા લગ્ન કર્યા હતા અને તેથી તેને અને તેની દિકરી સિંધુને સંપત્તિમાં કોઇ ભાગ ન મળી શકે.

Remarriage

કિયા બાઇ, જેનું અદાલતમાં કેસ ચાલવા દરમિયાન મોત નિપજ્યુ છે અને તેની દિકરીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે સંપત્તિનું વિભાજન ઘાસીના જીવનકાળમાં થઇ ચુક્યુ હતું અને તેના મૃત્યુ બાદ બંનેનો સંપત્તિ પર કબજો રહ્યો છે. સાથે જ કિયા બાઇનું નામ વર્ષ 1984માં તહસીલદાર દ્વારા રેવન્યૂ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતુ. તેમ પણ કહેવામાં આવ્યું કે કિયા બાઇએ ક્યારે ફરી લગ્ન કર્યા ન હતાં તેથી દિવાની કેસને રદ કરવો જોઇએ

નિચલી અદાલતે પહેલા માન્યું હતું કે કિયા બાઇ અને તેની દિકરી સંપત્તિમાં કોઇપણ હિસ્સાના હકદાર નથી, જેને પહેલી અપીલીય અદાલતે તેમ કહેતા ઉલ્ટાવી દીધો હતો કે ઘાસી અને તેના પિતા અભિરામના જીવનકાળ દરમિયાન સંપત્તિનું વિભાજન કરવામાં આવ્યું હતું જે કિયા બાઇના કબજામાં રહી. પોતાના પતિના મૃત્યુ બાદ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 લાગુ થયા બાદ કિયા બાઇ સંપત્તિની પૂર્ણ માલિક બની ગઇ તેથી ફરિયાદી કોઇ પણ ડિક્રી માટે હકદાર નથી. પછીથી બીજી અપીલ ઉચ્ચ ન્યાયાલયમાં ફાઇલ કરવામાં આવી.

કેસની સુનાવણી બાદ ઉચ્ચ ન્યાયાલયે 18 જૂને પોતાનો આદેશ સુરક્ષિત કરી લીધો હતો જેને 28 જૂને સંભળાવવામાં આવ્યો. આદેશમાં કહેવામાં આવ્યું કે રેકોર્ડમાં કોઇ સ્વીકાર્ય પુરાવો નથી કે કિયા બાઇએ ફરીથી લગ્ન કર્યા હતા અને સંપત્તિ પર પોતાનો અધિકાર ગુમાવી દીધો હતો.

આ પણ વાંચોઃ india 8 states new governor: રાષ્ટ્રપતિએ મોદી મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં 8 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરી- વાંચો વિગત