kashmir killings triggers exodus of migrant labourers

kashmir killings triggers exodus of migrant labourers: આતંકી હુમલાઓના ભયથી પ્રવાસી મજૂરોમાં કાશ્મીર છોડીને પરત વતન તરફ

kashmir killings triggers exodus of migrant labourers: કાશ્મીરમાં રવિવારે બિહારના 2 પ્રવાસી મજૂરોની હત્યા કરવામાં આવી ત્યાર બાદ રેલવે સ્ટેશનોની સ્થિતિ બદલાઈ ગઈ

શ્રીનગર, 18 ઓક્ટોબરઃ kashmir killings triggers exodus of migrant labourers: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસી મજૂરોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાથી ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય પ્રદેશોમાંથી ત્યાં કામ કરવા માટે પહોંચેલા લોકો હવે પલાયન કરવા માટે મજબૂર જણાઈ રહ્યા છે. કાશ્મીરમાં રવિવારે બિહારના 2 પ્રવાસી મજૂરોની હત્યા કરવામાં આવી ત્યાર બાદ રેલવે સ્ટેશનોની સ્થિતિ બદલાઈ ગઈ છે. જમ્મુ રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે જેઓ પોતાના ઘરે પાછા ફરવા ઈચ્છે છે. 

મોટી સંખ્યામાં લોકો જમ્મુ રેલવે સ્ટેશનના ફૂટપાથ પર બેઠેલા છે અને સૌ પોતપોતાના વતન જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. પોતાની સ્થિતિ વર્ણવતી વખતે કેટલાક મજૂરોની આંખમાં પાણી આવી ગયા હતા. ત્યાંના મજૂરોના બાળકો ભૂખના કારણે રોતા અને વિલાપ કરતા જોવા મળ્યા હતા. મજૂરોના કહેવા પ્રમાણે તેઓ કદી પાછા ઘાટી (કાશ્મીર)માં નહીં આવે કારણ કે, ત્યાં આતંકવાદીઓ ધમકી આપી રહ્યા છે અને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Attacks on hindus continue in bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા યથાવત, કટ્ટરવાદીઓએ 20 ઘરો સળગવાદી દીધા

પ્રવાસી મજૂરોના કહેવા પ્રમાણે તેમનો જીવ જોખમમાં છે અને સ્થિતિ એવી છે કે, તેમના પાસે કોઈ જમાપૂંજી પણ નથી. કેટલાક મજૂરો દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે તેઓ જે ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહ્યા હતા ત્યાંના માલિકે તેમને બાકી પૈસા પણ નથી ચુકવ્યા અને જીવ જોખમમાં હોવાથી તેઓ ઘરે પાછા ફરવા મજબૂર બન્યા છે. 

Whatsapp Join Banner Guj