untitled 8 edited

શું મહારાષ્ટ્રમાં થશે(lockdown in maharashtra) લોકડાઉન? સર્વદળીય બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે આપ્યો આ સંકેત – વાંચો સંપૂર્ણ વિગત

lockdown in maharashtra

મુંબઇ, 10 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (lockdown in maharashtra) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સર્વદળીય નેતાઓની બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક લોકો હાજર છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ કે, મહારાષ્ટ્રની સ્થિતિ સારી નથી. અહીં ફરી લૉકડાઉન લગાવવા સિવાય કોઈ વિકલ્પ નજર આવી રહ્યો નથી. 15થી 20 એપ્રિલ વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, લૉકડાઉન લગાવવાનો સમય નજીક આવી ગયો છે. 

નેતાઓ સાથે બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, કોરોનાની ચેન તોડવી જરૂરી છે. રસી લગાવ્યા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેનાથી યુવા પેઢી પ્રભાવિત થઈ રહી છે. ઠાકરેએ કહ્યુ કે, લૉકડાઉન જરૂરી નથી, પરંતુ બીજા દેશોએ પણ આ ચેનને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે, તેથી સંપૂર્ણ લૉકડાઉન (lockdown in maharashtra)જ હવે વિકલ્પ છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા રોકવા માટે આ જરૂરી છે.

Whatsapp Join Banner Guj

તો કેબિનેટ મંત્રી બાલા સાહેબ થોરાતે સીએમને કહ્યુ કે લોકોનો જીવ બચાવવા માટે આકરા નિર્ણય લેવા પડે તો લેવા જોઈએ. આપણે તેને સ્વીકારવા પડશે. આ રીતે અશોક ચવ્હાણે કહ્યુ કે, હવે કડવા નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. આ ખુબ પડકારજનક સમય છે. ચવ્હાણે તે પણ કહ્યુ કે લૉકડાઉન લગાવવું જોઈએ પરંતુ સરકારે ગરીબો વિશે વિચારવુ જોઈએ. સરકારે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. ચવ્હાણે કહ્યુ કે અમારી સરકારે ટેસ્ટિંગની સંખ્યા છુપાવી નથી. વધુ ટેસ્ટ થવાથી આ આંકડા સામે આવી રહ્યાં છે. 

ADVT Dental Titanium

બેઠકમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે લૉકડાઉન બીજીવાર લગાવવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું- પાછલુ વર્ષ લોકોનું ખરાબ થયું છે. અત્યાર સુધી લોકો વીજળીનું બિલ ભરી શક્યા નથી. લોકો કઈ રીતે જીવશે. વ્યાપાર ખતમ થઈ રહ્યો છે. સરકારે જનતાની ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ. ફડણવીસે કહ્યુ કે, જો રાજ્યનું દેવુ વધે છે તો વધવા દો પરંતુ સરકાર સામાન્ય જનતાને રાહત પેકેજ આપે. એકવાર ફરી લૉકડાઉન કરવામાં આવ્યું તો લોકોનો ગુસ્સો બહાર આવશે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ બેકાબૂ છે. સ્થિતિ એવી છે કે 55 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાને કાબૂમાં કરવા માટે મહારાષ્ટ્રમાં ત્રણ સપ્તાહ એટલે કે 30 એપ્રિલ સુધી લૉકડાઉન લગાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો….

મુંબઇના સિદ્ધિવિનાયક બાદ ગુજરાતનું આ મંદિર(temple closed) પણ દર્શનાર્થીઓ માટે કરાયુ બંધ, ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય