Somnath scaled

મુંબઇના સિદ્ધિવિનાયક બાદ ગુજરાતનું આ મંદિર(temple closed) પણ દર્શનાર્થીઓ માટે કરાયુ બંધ, ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

temple closed

સોમનાથ, 10 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે રાજ્યમાં એક પછી એક મહત્વના સ્થળો તેમજ મંદિરો બંધ થઇ રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કહેર વચ્ચે સોમનાથ મંદિર(temple closed)ના દર્શન ભક્તો માટે બંધ કરાયા છે.

temple closed

મંદિરના ટ્રસ્ટ દ્વારા આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર બંધ રહેતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શન(temple closed)ની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વળી મંદિરમાં ભગવાન સોમનાથજીની પૂજાવિધિ પણ ઓનલાઈન નોંધાવી શકાશે. આ સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શેરડીનું સાંઇબાબા મંદિર અને મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર પણ કોરોનાના કેસ વધવાથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો….

Breaking News: વધતા કોરોનાના સંક્રમણના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી સ્થગિત

ADVT Dental Titanium