Mehsana Market closed

રાજ્ય(gujarat)ના આ શહેરોમાં કરફ્યુના સમયમાં થયો ફેરફાર, કોરોનાના કેસો વધતા લેવામાં આવ્યો આ નિર્ણય

gujarat

દાહોદ, 10 એપ્રિલઃ હાલ સમગ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યાં ગુજરાત(gujarat)ની વાત કરીએ તો કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે હવે દરેક જિલ્લાનાં વહીવટી તંત્રો દ્વારા વેપારીઓ સાથે બેઠકો કરીને અલગ અલગ નાગરિકલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેમાં કામના કલાકો ઘટાડવાથી માંડીને શક્ય તેટલા લોકો ઘરમાં રહે તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે. જેથી કોરોનાની ચેઇનને તોડી શકાય. નાગરિકોનાં હીતોને ધ્યાને રાખી કલેક્ટરથી માંડીને મામલતદાર સુધી વિવિધ વેપારી એસોસિએશનો સાથે બેઠકો યોજીને નાગરિકલક્ષી નિર્ણય લઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે, દાહોદ જીલ્લામાં કોરોનાના સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઇને વહીવટી તંત્ર તેમજ વેપારી એસીસીએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત સમગ્ર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સોમવારથી સાંજે 4 વાગ્યાથી સવાર ના 6 વાગ્યા સુધી સ્વયંભુ કરફ્યું રાખવામાં આવશે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, સરકાર દ્વારા રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ ગુજરાત(gujarat)ના 20 શહેરોમાં લગાવેલો છે. પરંતુ ગ્રામ્ય સ્તરે આ નિર્ણય લાગુ પડતો નથી. જ્યારે ગામડાઓમાં પણ હવે ધીરે ધીરે સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેપારી સંગઠનો સાથે બેઠક કરીને ગ્રામ્ય સ્તરે અને તાલુકા સ્તરે પણ લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે વેપારીઓ સાથે મળીને લોકડાઉન અથવા તો સ્વયંભુ બંધ થાય તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે. જેથી કોરોનાની ચેઇન તોડી શકાય. 

ADVT Dental Titanium

દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે વેપારી સાથે થયેલી બેઠકનાં આધારે સ્વયંભુ બંધ માટેનું આહ્વાન કર્યું છે. જેમાં સાંજે 4 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપુર્ણ લોકડાઉનની હાંકલ કરી છે. જેમાં દરેક વેપારીઓ આ લોકડાઉનમાં જોડાય. 

આ પણ વાંચો….

શું મહારાષ્ટ્રમાં થશે(lockdown in maharashtra) લોકડાઉન? સર્વદળીય બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે આપ્યો આ સંકેત – વાંચો સંપૂર્ણ વિગત