Madras high court

Madras High Court important judgment: ધર્માતરણને લઈને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો; જાણો વિગત

અમદાવાદ, ૨૭ નવેમ્બર: Madras High Court important judgment: કોઈ પણ ધર્મની વ્યક્તિ બીજો ધર્મ સ્વીકારે એટલે કે ધર્માતર કરે છતાં તે વ્યક્તની જાતિ બદલાતી નથી. તેથી ધર્માતરણ ના આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરી શકાય નહીં એવો મહત્વનો ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે.

કોર્ટના જસ્ટિસ એસ.એસ. સુબ્રમણ્યમે તાજેતરમા ધર્માતરણને આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણની માગણી કરનારા એસ.પોલની રિટ અરજી ફગાવી દીધી હતી. સેલમ જિલ્લા પ્રશાસને અરજદાર રાજને આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનો સ્પષ્ટ નકાર ભર્યો હતો. તેને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારી હતી.

આ પણ વાંચો…HBD Vikram lambadia: ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક,સંગીત વિશારદ વિક્રમ લાબડીયા અને તેના પુત્ર ઓમકારનો જન્મદિવસ

Whatsapp Join Banner Guj