girl unsplash

An interesting story of Jia journey: જીયાની સફરની રસપ્રદ વાર્તા: ભાનુબેન પ્રજાપતિ

 An interesting story of Jia journey: એક સરસ મજાની નદી વહી જતી હતી. નદી કિનારે એક ગામ હતું. ચારે બાજુ લીલી વનરાઈ હતી એ બધાની વચ્ચે એક સુંદર વૃંદાવન જેવું એક ગામ હતું .એ ગામમાં જીયા નામની એક યુવતી તેના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી .

An interesting story of Jia journey: જીયા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એના મમ્મી- પપ્પાને ખબર હતી કે જીયા ભણવામાં ખૂબ હોશિયાર છે ગામડું હતું પરંતુ વિકસિત હતું. ગામમાં એકથી 12 ધોરણ સુધી ચાલતું હતું. જીયા બારમા ધોરણમાં આવી ગઈ હતી હવે એની સગાઈના માંગા પણ આવતા હતા પરંતુ જીયાને લગ્ન કરવા નહોતા કારણકે જીયાને એક્ટિંગનો ખૂબ શોખ હતો .એ સ્કૂલમાં પણ નાના-મોટા પાત્ર ભજવતી હતી સ્કૂલમાં કોઈ પણ ફંક્શન હોય તો જીયા સરસ મજાનું  એકપાત્રીય અભિનય નાટક પણ કરી જાણતી હતી.

જીયાની  સહેલીઓ કાયમ  કહેતી  તુ મુંબઈ જઈને ટેલિવિઝનમાં કામ કર . જીયાને પણ થતું કે હા, મારી તો ઇચ્છા છે કે’ હું મુંબઈ જઈને સિરિયલોમાં કામ કરુ.

Bhanuben prajapati
લેખિકા: ભાનુબેન પ્રજાપતિ

જીયાને ધોરણ 12નું ચાલતું હતું રીડિંગ વેકેશન ચાલતું હતું એ વખતે એના મામા ની છોકરીઓ ત્યાં આવી એ લોકો એટલા સરસ મજાના કપડાં પહેર્યા હતા એ જોઈને જીયા ને તો નવાઈ લાગી એણે પણ એક દિવસ એને મામાની છોકરી ના કપડા પહેર્યા અને સ્કૂલમાં ગઈ બધા જ કહ્યું કે ; અરે જીયા તું તો સિરિયલમાં ચાલી જાય તેવી રૂપાળી લાગે છે અને મનોમન થતું કે ખરેખર હું સિરિયલમાં કામ કરવાને લાયક છું તો મારે પ્રયત્ન કરવો જ પડશે. જીયાના સપના એટલા વધી ગયા હતા કે એને મુંબઈ જવાનું વિચારી લીધુ.

જીયા ભણતી ત્યારે એનો એક દોસ્ત શુભમ હતો તે જિયને કાયમ કહેતો કે જીયા તું મુંબઇ જવાના સપના છોડી દે .તું ભણવામાં ખૂબ જ હોશિયાર છે .તું ભણી ને કંઈક આગળ વધવાનો પ્રયત્ન કર.પરંતુ જીયા શુભમની કોઈ વાત માનતી નહીં.હા એને શુભમ પ્રત્યે લાગણી હતી પરંતુ તે શુભમ કહે એમ કરવા માગતી નહોતી .શુભમ પણ જીયાને એક સારી દોસ્ત માનતો હતો અને મનોમન એને જીયા ગમતી પણ હતી પરંતુ જીયા એટલી બધી ફોરવર્ડ હતી કે એની સામે કોઈપણ સામે બોલવાની હિંમત  કરતું નહિ.

જીયાએ એક દિવસ ઘરમાં વાત કરી કે મારે ટેલિવિઝનમાં કામ કરવું છે, એટલે મુંબઈ જવું છે.

જીયાના મમ્મી-પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે ; “બેટા “આપણે ત્યાં શહેરમાં જવાય નહીં .એ લોકો એવું માનતા હતા કે શહેરમાં જવાથી છોકરી નું જીવન પૂરું થઈ જાય છે કારણ કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાઈ  જાય છે અને ત્યાં આપણું કોઈ છે જ નહીં .જો કોઈ હોત તો હું તને ચોક્કસ મોકલ.

જીયાએ  કહ્યું કે ;મમ્મી તારા દૂરના બંસી ભાઈ છે જે મારા મામા  થાય છે , એ બધા ને ત્યાં કામ માટે લઈ જાય છે તો તું એમને વાત કર.

જીયાના મમ્મી -પપ્પાને વધારે પડતી લાગણી જીયા પર હતી એમને થયું કે આ છોકરી માનશે  નહીં. એમણે એક દિવસ એમના બંસીભાઈ ને ફોન કર્યો અને કહ્યું કે; એક દિવસ તમે મારા ઘરે આવજો .

જીયાના બંસી મામા ઘરે આવ્યા જે દૂરના મામા થતા હતા એમણે એટલે તરત જ એમણે કહ્યું; કેમ બહેન, જીયા તો ખૂબ જ પરી જેવી રૂપાળી છે એને ટેલિવિઝનની ફિલ્મમાં કામ  ચોક્કસ મળશે.

રિયાના મમ્મી-પપ્પાએ કહ્યું ;બંસીભાઈ તું મારી દીકરીને ત્યાં ટેલિવિઝનમાં કામ કરવાનું છે તો તું લઈ જા.

બંસીમામા એ કહ્યું કે; હા ,મારી  ત્યાં  ખૂબ જ ઓળખાણ છે હું જીયાને કાલે જ મારી સાથે લઈ જાઉં છું .

જીયાના મમ્મી-પપ્પાએ કહ્યું ;પરંતુ એને બારમાની પરીક્ષા બાકી છે એ પૂરી થાય પછી  તું લઈ જજે.

જીયાએ જીદ પકડી અને  કહ્યું; ના મારે  તો બારમુ ધોરણ પૂરું કરવું નથી .હું ત્યાંજઈશ એટલે ટેલિવિઝનમાં કામ  કરીશ.એટલે હું તમને ઢગલો રૂપિયા મોકલીશ .

બંસીમામાએ કહ્યું કે ;બેન સાચી વાત છે. ત્યાં જઈને પરીક્ષા આપશે .એક કામ કરો હવે આવતીકાલે સવારે તમે  જીયાને મારી સાથે મોકલી દેજો.

જીયાને મનોમન ખૂબ જ  ઉત્સાહ હતો .એની બધી સખીઓને મળીને કહ્યું કે;હું આવતીકાલે મુંબઈ જવાની છું સિરિયલમાં કામ કરવા માટે .મારા બંસી મામા ની ઓળખાણ છે એટલે મને તરત જ કામ મળી જશે .જીયાનો મિત્ર શુભમ આવ્યો અને કહ્યું; જીયા છેલ્લું વર્ષ છે તારું 12 મુ  ધોરણ પૂરું કરીને જાય તો સારી વાત છે .કારણકે બારમા ધોરણનું રિઝલ્ટ ખૂબ જ જરૂરી છે.

જીયાએ કહ્યું શુભમ તું તારી રીતે બારમું પાસ કરી લેજે .મારે કોઈ શોખ નથી ,હવે તો મારી ગાડી ટોપ ગેર માં જવાની. હવે તો હું સિરિયલમાં કામ કરવાની .આવતી કાલે સવારે હું જઈ રહી છું.

શુભમએ કહ્યું ; યાર તું વિચારી જો!  તું તારું જીવન બગાડી રહી છે.

જીયાએ કહ્યું હવે હું પાછી વળી શકું એમ નથી મારા બંસીમામા છે સવારે મને લેવા આવવાના છે.

શુભમએ  કહ્યું તારું સરનામું તો આપતી જા કે ફોન નંબર આપતી જા .

જીયાએ બંસીમામાનો નંબર આપ્યો કે મારી જોડે તો ફોન નથી .પરંતુ જ્યારે ફોન આવશે ત્યારે હું તને આપીશ અને  જીયાએ શુભમને ફોન પણ લીધો.

સવાર પડ્યું એટલે બંસીમામા  જીયાને લેવા માટે આવી ગયા અને બંસી મામા  જીયાને લઈને ટ્રેનમાં બેસી ગયા અને બોમ્બે લઈ જવા માટે રવાના થઇ ગયા.

જીયાના મમ્મી- પપ્પા સહેલીઓ બધા જ  મૂકવા આવ્યા હતા. મૂકવા હાજર હતા એ બધા ખૂબ જ રડવા લાગ્યા .પરંતુ જીયાની આંખમાં આંસુ ન હતા એની આંખમાં હરખના આંસુ હતા કારણ કે  એનું સ્વપ્ન પૂરું થવા જઇ રહ્યું હતું.

જીયા ટ્રેનમાં બેઠી અને ધીમે ,ધીમે બોમ્બે નજીક આવી રહ્યું હતું અને જીયાની આંખોમાં સપનાનો દરિયો જાણે કે વાચા ફૂટી હોય  તેમ ડોલી  રહ્યો હતો એને થયું કે હું ખરેખર મુંબઈ નગરીની મહારાણી બનીને જ રહીશ. સિરિયલમાં કામ કરીશએવા સપનાઓ જોતી રહી.. વિચાર્યું કે હું ત્યાં મકાન લઈશ ગાડી લાવીશ ….

જીયા એના મમ્મી પપ્પા નું એક જ સંતાન હતી  એટલે જીયા એવું  વિચારતી હતી કે હું મારા માતા-પિતાને હું અહીં  મુંબઈ લાવી દઈશ અને એમની સેવા કરીશ વિચારતા, વિચારતા મુંબઈ આવી ગયું .

બંશિમામાએ કહ્યું ; કે હવે આપણું સ્ટેશન આવી ગયું છે ફટાફટ સામાન લીધો અને બંસીમામા જોડે  જીયા ચાલી નીકળી.

બંસીમામાએ એક સરસ મજાની હોટલમાં જીયાને જમાડી તો જીયા તો ત્યાંની રોનક જોઈને  ખૂબ ખુશ થઈ ગઈ. અને કેમ ન થાય ! કારણ કે એનું સપનું પૂરું થવા જઇ રહ્યું હતું.

સાંજ પડી એટલે બંસીમામા એને એક મિત્ર
રસિકભાઈના ઘરે લઈ ગયા. અને જીયાને કહ્યું  ; તુ અહીંયા રોકાઈ જા .સવારે તારે સિરિયલમાં કામ કરવા જવાનું છે. તો રસિકભાઈ ઇન્ટરવ્યૂ આપવા લઈ જશે.

રસિકભાઈએ કહ્યું હા હું ઇન્ટરવ્યૂ આપવા તને  સવારેલઈ જઈશ .

  બંસીમામા ઘરે જવા  નીકળી ગયા .સવાર પડતાંની સાથે  જીયા ખુબ જ સરસ રીતે સુંદર તૈયાર થઈ ગઈ .
રસિકમામા એને અલગ કપડા આપ્યા એને કહ્યું  બેટા તું આજે  આ કપડાં પહેરી લે.

જીયાએ કહ્યું; પણ કે પહેયા તે શું ખોટા છે.

રસિકભાઈ એ કહ્યું સીરિયલમાં તે જે કપડા પહેર્યા છે તે ન ચાલે. એમને સરસ મજાનું ગાઉન  પહેરવા આપ્યું અને એક બે છોકરીઓ આવી અને એને તૈયાર કરીને ગઈ.

રસિકભાઈ જીયાંને મુંબઇના બજારમાં લઈ ગયા .જીયાએ જોયું તો   એને અંદરથી થોડી શંકા પેદા  થઈ .

રસિકભાઈ એ મુંબઇના બજારમાં  જીયાને જઇને બેસાડી દીધી.

જીયા હવે સમજી ગઈ હતી કે મને અહીંયા કોઠા બજાર  લાવવામાં આવી છે . એને કહ્યું; રસિકભાઈ મારે સિરિયલમાં કામ કરવાનું છે આતો બધી સ્ત્રીઓનું વેશ્યા બજાર છે મારે એવું કામ કરવાનું નથી .

રસિકભાઈ એ કહ્યું તારા બંસીમામાને પાંચ લાખમાં  તારો સોદો કર્યો છે .એ પૈસા કોણ આપશે!

જીયાને ત્યાંની બે સ્ત્રીએ લઈને પકડી ગઈ અને એને ત્યાં કોઠા પર  બેસાડી દીધી. જીયા એક હરણી માફક ફફડી રહી હતી. પરંતુ હવે કોણ બચાવે એને ખૂબ  બૂમ મારી રસિકમામાને આજીજી કરી. પણ તે ત્યાંથી નીકળી ગયા.

જીયાએ  એના મમ્મી – પપ્પા ને ફોન કરવાનો પ્રયત્ન કર્યો.પણ ત્યાંના લોકોએ પડાવી લીધો.તેના મમ્મી – પપ્પાની યાદ આવી ગઈ તે ખૂબ રડવા લાગી .

જીયાના મમ્મી – પપ્પા  ખૂબ જ ચિંતા કરતા હતા, કારણ કે જીયાના ગયા પછી કોઈ સમાચાર ન હતા એક દિવસ એને શુભમ ને બોલાવીને કહ્યું કે તું મારા બંસીભાઈ ને ફોન કર .તરત શુભમે બંસી ભાઈ ને ફોન કર્યો.

જીયાના  મમ્મી- પપ્પાને  બંસીભાઈએ એવા સમાચાર આપ્યા કે જીયાનું  એક કંપનીમાં કામ  કરતા ,કરતા એક્સિડન્ટમાં મોત થયું છે તેની લાશ પણ મળી નથી..કારણકે તે કંપની બળીને રાખ બની ગઇ.હું તમને  સમાચાર આપવાનો હતો.અને તમારો ફોન આવી ગયો.

જીયાના મમ્મી-પપ્પા ત્યાં  ખૂબ જ રડવા લાગ્યા .આજુબાજુ વાળાએ આવીને એમને સાંત્વન આપ્યું.મમ્મી પપ્પા ખૂબ  રડી રહ્યા હતા, કારણકે એનું એક જ માત્ર સંતાન હતું એમની વેદનાનો પાર નહોતો.

જીયા  મુંબઈની કોઠા બજારમાં એવી રીતે ફસાઈ ગઈ હતી કે “ક્યાંથી પણ બહાર નીકળી  શકાય તેમ નહોતું. એને કોઠા બજાર માં કામ  ના  કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ એ એકલી હતી અને ત્યાં કામ કરવાવાળા ઘણા માણસ હતા . એટલે જીયા ત્યાં કંઈ પણ કરી શકી નહીં આખરે જીયાનું સિરિયલમાં કામ કરવાનું સપનું રોળાઇ ગયું અને તે કોઠા બજારની એક વેશ્યા બની  ગઈ અને ડોલી તરીકે ત્યાં ઓળખાઈ ગઈ. કારણકે ત્યાં ફોટા બજારમાં જિલ્લાનું નામ બદલીને ડોલી રાખી દેવામાં આવ્યું હતું એટલે કોઈ પણ ગ્રાહક આવે તો તેને ડોલી તરીકે જ બોલાવતા હતા.

   જીયા રાત પડે એટલે ખૂબ જ રડતી હતી. એને ત્યાંથી કોઠા બજારમાં કામ કરવું પડતું હતું તે એને મંજુર નહોતું એને એના મમ્મી- પપ્પા પણ યાદ આવી રહ્યા હતા. એ રડતી હતી ત્યારે તેનો અવાજ સાંભળીને એની બાજુમાં રહેતી  મેઘના કરીને એક સ્ત્રી હતી એને ત્યાં આવીને કહ્યું ; ડોલી તું એવી જગ્યા પર આવી ગઈ છે કે તું  આમાંથી બહાર નીકળી શકે એમ નથી .  તું ગમે તેટલો પ્રયત્ન કરીશ પરંતુ જે અહીં જે કોઠા બજારમાં આવે છે ,તે ફરીથી ઘર સામું જોઈ શકતું નથી.

જીયાને હવે શુભમના શબ્દો  યાદ આવી રહ્યા હતા કે ખરેખર મે એમની વાત માની નહિ અને સ્વપ્નાંની માયાનગરી ફસાઈ ગઈ . ખૂબ રડતી હતી .

મેઘનાએ કહ્યું;  અહીંયા એક  શ્રથ છોકરાના લગ્નમાં આપણે  જવાનું છે,ત્યાંથી તું ભાગી જઈ શકે છે .

જીયા તો ખુશ થઈને કહે; મેઘના તારો ખૂબ આભાર રહેશે જો તું મને આ નર્કમાંથી બહાર નીકાળીશ .

મેઘનાએ જીયાને  ભગાડવાની બધી તૈયારી કરી લીધી. શેઠજીના ત્યાં લગ્ન પ્રસંગ હતો ત્યાં તેઓ પહોંચી ગયા .

મહેફિલ ચાલુ હતી નાચ – ગાનની ત્યારે મેઘનાએ જીયાને કહ્યું  કે; જા , જીયા હવે તું આ કપડાં પહેરીને ભાગી જઈ શકે છે. ત્યાંથી  જીયા એ બૂરખો પહેરીને ભાગી ગઈ .

જીયા એક રિક્ષામાં બેસી ગઈ. જે રીક્ષાને મેઘનાએ પહેલાથી જ કહી રાખ્યું હતું કે હું જે છોકરીને  ત્યાં મોકલું  એને તું મુંબઈ ની નજીક ગામ છે ત્યાં પહોંચાડી દેજે.

રિક્ષાવાળો ભાઈ પણ સારો હતો એને જીયાને કહ્યું “બેટા” તું ચિંતા ના કર ! હું તને  બાજુના ગામમાં પહોંચાડી દઈશ. પણ તું ત્યાં જઈને  શું કરીશ કારણ કે આ  કોઠાની માલકીન ના ગુંડા   ગમે તે રીતે શોધી દેશે અને આજુબાજુ વાળા તો તને ઓળખે છે એટલે તો ત્યાં જઈને બુરખામાં જ રહેજે .

જીયાએ કહ્યું ; તમારો” ખુબ ખુબ આભાર” હું હવે મારી જિંદગીને ફરીથી જીવવાનો પ્રયત્ન કરવા માગું છું એટલે હવે તો આ  માયાનગરી માં જીંદગીમાં પાછા આવવાની મારી કોઈ ઈચ્છા નથી. હું  આજે મેઘનાની મદદથી નીકળું છું તેનો” ખુબ ખુબ આભાર”

મેઘનાની નજીક કોઠાની માલકીન એ આવીને પૂછ્યું કે ;ડોલી ક્યાં છે ? લગનની મહેફિલ માં દેખાતી નથી ?

મેઘનાએ કહ્યું; મને કોઈ જ ખબર નથી.

કોઠાની માલકીન એ તેના ગુંડાઓને બોલાવીને કહ્યું કે લાગે છે કે ડોલી  ભાગી ગઈ છે. એમને તરત જ કહ્યું કે ડોલીને ગમે ત્યાંથી શોધી લાવો.કારણકે ત્યાં બધા જીયાં
ને ડોલી કહીને બોલાવતા હતા .

ગુંડાઓ  ત્યાંથી દોડતા ,દોડતા શોધવા માટે નીકળી પડ્યા .રીક્ષાવાળાએ ગામડે સુધી જીયાને  પહોંચાડી દીધી.પણ જેવી એ રિક્ષામાં થી ઉતરી કે ગુંડાઓ તેની પાછળ આવી ગયા હતા. રીક્ષાવાળો નીકળી ગયો હતો.જીયા કરે શું! 

જીયા ત્યાંથી ભાગી ભાગતા બે ત્રણ વખત  પડી પણ કરી હતી .ત્યાં ગુંડા પાછળ અને જીયા આગળ  હવે કરે શું ખૂબ થાકી ગઈ હતી .એને જોયું કે એક મંદિર હતું એ દોડીને મંદિરમાં જઈને ઘૂસી ગઈ અને ત્યાં મંદિરમાં એક પાદરી હતા એમને જીયા એ કહ્યું કે; મને મદદ કરો. મારી પાછળ ગુંડા પડ્યા છે મને બચાવો..

પાદરીએ પહેલા તો ના જ પાડી  દીધી . નહીં  કોઈ સ્ત્રીને હું અહી રાખતો નથી.

જીયા એ કહ્યું કે; હું તમને પગે પડું છું .મારી જિંદગી દાવ પર છે .મારી પાછળ ગુંડા પડ્યા છે મને મદદ કરો તો ખૂબ સારું.

પાદરીને  દયા આવી એને કહ્યું કે; સારું તો તું અહીં રહી શકે છે .

પાદરીએ કહ્યું પરંતુ લોકો પૂછે તો મારે શું જવાબ આપવો.હું અહીં એકલો જ રહું છું.

એટલામાં ગુંડા ત્યાં  આવ્યા અને પાદરી ને કહ્યું કે ;કોઇ સ્ત્રી આવી હતી !તેમને જોઈ છે?

  પાદરીએ કહ્યું ; ના ભાઈ  અહીં કોઈ જ આવ્યું નથી. અને ગુંડાઓ ત્યાંથી પાછા વળી ગયા અને પાદરીએ એને બચાવી લીધી.

જીયા એ કહ્યું તમે એની ચિંતા ના કરો. હું એક બુરખામાં રહીશ કોઈને મારું મુખ નહિ બતાવું.તમે મને  તમારી બહેન તરીખે ની ઓળખ આપી દેજો.ટુંક સમયમાં ચાલી  જઈશ.

જીયાના મમ્મી- પપ્પા એ પણ મન વાળી લીધું હતું કે જીયા આ દુનિયામાં નથી.

જીયાએ  નવી જિંદગીની શરૂઆત કરી એ પાદરીને ત્યાં  રોજ રાત પડે એટલે ભજન ગાવા લાગે  જીયાની ભજન મંડળી એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી કે  ગમે ત્યાં ભજન હોય ત્યારે જીયાને બોલાવતા હતા . જીયા એ ક્યારેય તેનું મુખ કોઈને બતાવ્યું નહોતું.એ હંમેશા તેનો ચહેરો છૂપાવીને  રાખતી.

પાદરી પણ હવે તેને ભક્તિબેન તરીખે રાખતો હતો .હવે તો જીયા  ભક્તિમય બની ગઈ હતી . લ

એક દિવસ જીયાને પોતાના ઘરે જવાનો વિચાર આવ્યો પરંતુ તેને વિચાર્યું કે હવે મારી જિંદગી તો નર્ક સમાન બની ગઈ છે હું કોઠા બજારમાંથી આવી છું અને ગામમાં ખબર પડશે તો મારા મમ્મી-પપ્પા કોઈને મોઢું લાયક બતાવવા ને લાયક રહેશે નહીં એટલે એને ગામમાં પણ જવાનું વિચાર્યું નહીં .

એક દિવસ ભક્તિબાઈ તરીકે એને ભજનનો આમંત્રણ મળ્યું અને તે જે  ઘરે ગઈ ત્યાં જોયું તો એ શુભમનું ઘર હતું એને નવાઈ લાગી કે શુભમ તો ગામડે હતો તો અહીં કેવી રીતે ? એ પહેલાં તો ભજન મંડળીમાં ગઈ ભજન પૂરા થયા પછી શુભમની યાદ આવી જતા એની આંખમાંથી આંસુ સરી રહ્યાં હતા.

  શુભમ  એક સરસ  મકાનમાં રહેતો હતો એ મસ્ત સુંદર મોટું મકાન હતું ગાડી બંગલો બધું જ હતું. ગામડું હતું પરંતુ એ પણ વિકસિત હતું .

જીયાએ પાદરીને કહ્યું કે ;આપણે ભજન કરીને આવ્યા એ ભાઈ શું કરે છે?

પાદરીએ કહ્યું ;એ આપણા ગામમાં સારા એવા ડોક્ટર છે એ ડોક્ટરની સેવા  આ ગામમાં બજાવે છે એ પણ ગામડાના છે પરંતુ  લોકોની  સેવા માટે આવ્યા છે.

જીયાની આંખ માંથી આંસુ સરી જતા હતા. એને થયું કે ખરેખર મે  ખૂબ જ ભૂલ કરી છે કે શુભમના કહેવા પ્રમાણે જો બારમું ધોરણ પાસ કરીને આગળ વધી હોત તો મારી જિંદગી આજે જે ખરાબ બની હતી તે ના બની હોત .

સમય વીતતો ગયો અને પાદરીને ત્યાં જીયાની ભક્તિમય  જિંદગી આગળ વધતી રહી હતી.હવે તેને  સંસારમાં કોઈ મોહમાયા રહી નહોતી .એ આખો દિવસ ભગવાનના ભજન કરતી હતી.

પાદરીને પણ  બહેન તરીકેની લાગણી ખૂબ જ હતી એને પણ થયું હતું કે ભક્તિ(જીયા)  સુખી થાય.

એક દિવસ જીયા ખૂબ જ બીમાર પડી અને તરત જ પાદરીએ ડોક્ટરને બોલાવ્યા .

ડોક્ટર આવ્યા અને બુરખામાં જોયું તો જીયા હતી એને જોઈને  ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયો! એને નવાઈ લાગી અને કહ્યું કે; પાદરીભાઈ આ કોણ છે?

પાદરી લએ ડોક્ટર સાહેબ તમે કોઈને વાત ન કરો તો કહું ; અહીં  ભાગતી આ સ્ત્રી મારે આશરે આવી હતી અને મેં તેને આશરો આપ્યો છે એની પાછળ ગુંડા પડ્યા હતા બસ એટલી વાત પાદરીએ  કરી.

જીયા બેભાન હતી એટલે  ડોક્ટર એટલે શુભમે એને કંઈ પૂછ્યું નહિ અને પાદરીને કહ્યું કે ;હું આવતી કાલે દવા આપવા  આવીશ.

બીજા દિવસે શુભમ ત્યાં પહોંચ્યો ત્યારે શુભમએ કહ્યું તું જીયા છે ને !હું તને ઓળખું છું ,જીયા તેને જોઈને ખૂબ જ રડવા લાગી  મેં તને પહેલાં જોયો હતો પરંતુ મે તને મારું મોઢું બતાવ્યું નહતું .કયા મોઢે તને મારો મુખ બતાવું, કારણકે હું મારું  મુખ કોઈને બતાવવાને લાયક  રહ્યું નથી એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ગયા.એને  પછી બધી જ વાતે  શુભમને કરી. કે હું વેશ્યા બજારમાં  જિંદગી પસાર કરીને આવી છું. મારી જિંદગીનો કોઈ મતલબ નથી પરંતુ હું આત્મહત્યા કરીને મારા જીવનનો અંત કરવા માગતી હતી.પછી અંદરની આત્મા ના પોકારે હું ભક્તિ તરફ વળી ગઈ છું.બધી જ વાત કરી.

શુભમે કહ્યું ;તારા મમ્મી-પપ્પા ને તારા બંસીમાં મને તો એવા સમાચાર આપ્યા હતા કે એક્સિડન્ટમાં તારું મોત થયું છે તારા મમ્મી- પપ્પા તને યાદ કરીને ખુબ જ રડે છે એમનો તો એક જ આધાર  તું હતી એમની હાલત ખુબ જ બગડી ગયેલી છે .એ તને બિલકુલ ભૂલ્યા નથી .હજુ સુધી પણ તારી યાદોમાં  જીવે છે .

જીયાએ કહ્યું; હવે હું ત્યાં  જવું પણ મને તેઓ સ્વીકારશે નહીં ,કારણકે હું એક વખત કોઠા બજારમાં રહી ચૂકી છું .

શુભમે કહ્યું ; માતા-પિતા સંતાન ગમે તેવી ભૂલ કરે તો પણ અપનાવે છે અને તે તો જાતે કરીને ભૂલ કરી નથી .તને તારા બંસીમામા એ  છેતરી છે. તારા માતા-પિતા ચોક્કસ માફ કરશે.ગમે હોય તો પણ  એ માફ કરવા તૈયાર થઈ જશે.  હું આવતીકાલે તારા મમ્મી- પપ્પાને લઇ આવીશ .હું  કંઈ પણ વાત નહીં કરું .

બીજા દિવસે શુભમ એના મમ્મી પપ્પાને લઈ આવ્યો .

જીયાના મમ્મી -પપ્પાને  જીયાને મળીને ખૂબ જ રડ્યા .

જીયાએ બધી હકીકત તેના મમ્મી પપ્પાને  કહી અને કહ્યું બંસીમામાએ મારે સોદો કરી નાખ્યો હતો અને મને વેશ્યા બજાર માં ધકેલી દીધી હતી .
જીયાના મમ્મી-પપ્પાને ખૂબ જ દુઃખ થયું અમે કહ્યું બેટા જે થયું તેને ભૂલી જા હવે એ  નરાધમને પોલીસને હવાલે કરીશું.આપણે સવારે પોલીસ કેસ કરીશું અને શુભમ અને જિયાના મમ્મી -પપ્પા બધાએ પોલીસ કેસ કર્યો .અને બંસીમામાને પોલીસને હવાલે કરી નાખ્યા .
જીયાના  મમ્મી -પપ્પા એ  કહ્યું બેટા  તું આપણા ઘરે ચાલ મને સમાજ કે દુનિયાની કોઈ પરવા નથી . એમને પાદરી અને શુભમ નો ખુબ જ આભાર માન્યો.

જીયા ના મમ્મી- પપ્પાએ કહ્યું ;”બેટા” તું ફરીથી તારી જિંદગી શરૂ કર.

શું તમે કહ્યું જીયા તને વાંધો ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માગું છું.

જીયા ના મમ્મી પપ્પા તો ખૂબ જ ખુશ થઈ ગયા શુભમ જેવો છોકરો તો લાખો માં એક ને મળે અને વળી ડોક્ટર પણ છે.

જીયાએ કહ્યું; શુભમ હું તારે લાયક નથી સમાજમાં તારું કોઈ નામ રહેશે  નહિ એટલે હું તને તારી સાથે લગ્ન કરીને  કોઈ ઘા આપવા નથી માગતી.

શુભમ એ કહ્યું જીયા હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મેં તારા કારણે હજુ સુધી લગ્ન કર્યા નથી કારણકે મેં નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ તો જીયા સાથે ,નહિતર હું આજીવન કુંવારો રહીશ હું ભણી ગણીને ડોક્ટર  બની ગયો પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી તું હંમેશા મારા દિલમાં સમાયેલી છે અને હંમેશા મારા દિલમાં જ રહીશ. હું તને દિલથી અપનાવી રહ્યો છું તને હું તારો ભૂતકાળ ક્યારે પણ યાદ નહીં કરાવું હું મારા પવિત્ર દિલમાં તને સ્થાન આપવા માંગું છું.

જીયાના મમ્મી-પપ્પાએ કહ્યું બેટા તને શુભમ જેવો જીવનસાથી ક્યારેય નહીં મળે અને તને ખરા દિલથી પ્રેમ કરે છે એટલે તો હજુ સુધી તારી રાહ જોઈને કુવારો બેઠો છે હવે તો એની સાથે તારી જિંદગીની નવી શરૂઆત કર.

પાદરીએ કહ્યું; હું પણ તને મારી સગી બહેનથી  અધિક માનું છું તો  તું શુભમ ને અપનાવી લે. તો અમને પણ ખુબ જ શાંતિ થશે કે અમારી બહેન સુખી છે. તારા મમ્મી પપ્પાને પણ શાંતિ થશે અને શુભમ પણ તને પામીને નવી જિંદગીની શરૂઆત કરશે.

શુંભમએ કહ્યું :જીયા હવે કઈ વિચારવાની જરૂર નથી તું જેવી છે તેવી મને ગમે છે હું તારા મમ્મી -પપ્પાની પણ સેવા કરીશ હવે તો તું કોઈ પણ વિચાર્યા વગર મારી સાથે લગ્ન કરવા માટેની હા પાડી દે.

જીયાએકહ્યું ;શુભમ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું પરંતુ હું મારો ભક્તિમાર્ગ ક્યારે છોડીશ નહીં .હું દરરોજ ભજન કરવા જઈશ અને ભગવાનની ભક્તિ પણ દિલથી કરીશ અને પત્ની તરીકેની બધી ફરજો પૂરી કરીશ અને મારા મમ્મી-પપ્પા પણ મારી સાથે જ રહેશે.

શુભમે હા કહી, અને તરત જ ઘડિયા લગ્ન લેવાયા  શુભમ અને જીયાના સફાઈ થી થઈ ગયા અને શુભમ અને રિયા અને તેના મમ્મી-પપ્પા  બધા શાંતિ પૂર્વક રહેવા લાગ્યા . (આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…Confession of love: પ્રેમનો એકરાર

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *