Manmohan singh

Manmohan Singh Retired: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાંસદીય કારકીર્દીનો અંત, કરી નિવૃતીની જાહેરાત

Manmohan Singh Retired: મનમોહન સિંહ સહિત 54 જેટલા સભ્યો રાજ્યસભામાંથી નિવૃત થયાં

whatsapp banner

નવી દિલ્હી, 03 એપ્રિલઃ Manmohan Singh Retired: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની 33 વર્ષની લાંબી સંસદીય કારકીર્દીનો અંત આવ્યો છે. તેઓ હવે સંસદના ઉપલા ગૃહ એવા રાજ્યસભામાં કદી પણ જોવા નહીં મળે કારણ કે મંગળવારે તેઓ નિવૃત થયાં છે.

આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું કે હવે તમે રાજ્યસભામાં નહીં રહો અને સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છો, પરંતુ તેમ છતાં દેશની જનતા માટે તમારો અવાજ બુલંદ થતો રહેશે. રિટાયર્ડ થતાંની સાથે મનમોહન સિંહની 33 વર્ષની લાંબી સંસદીય ઇનિંગ્સનો અંત આવ્યો છે તેમને બદલે સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભામાં દેખાશે તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયાં છે.

મંગળવારે મનમોહન સિંહ સહિત 54 જેટલા સભ્યો રાજ્યસભામાંથી નિવૃત થયાં હતા જેમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ છે અને અમુક આ વખતની લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

મનમોહન સિંહનો ટૂંકો પરિચય આપીએ તો મનમોહન સિંહ અર્થતંત્રમાં સુધારાઓ શરૂ કરવા માટે જાણીતા છે. ઓક્ટોબર 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા. તેઓ 1991 થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં નાણા મંત્રી અને 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન પણ હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો