News Flash 05

School Bus Accident in UP: યુપીમાં 40 વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ પલટી ખાતા પાંચના મોત નીપજ્યા- વાંચો વિગત

School Bus Accident in UP: બસમાં કુલ 40 વિદ્યાર્થીઓ સવાર હતા, 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

whatsapp banner

નવી દિલ્હી, 02 એપ્રિલઃ School Bus Accident in UP: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સ્કૂલ બસ પલટી જતા ચાર વિદ્યાર્થી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. બસમાં કુલ 40 વિદ્યાર્થીઓ સવાર હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બાળકોને તુરંત નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બસ લખનઉ ચિડિયાઘરથી પરત આવી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની છે.

આ પણ વાંચો:- Story of old age: પચાસ વર્ષ પછીની ઉંમરે ગણતરી કરવાથી નહીં પણ ગણતરી સમજવાથી ચાલે

ઉલ્લેખનીય છે કે બારાબંકી જિલ્લાના સલારપુરમાં સ્કુલ બસ પલટી હતી. એવું કહેવાય છે કે, બસમાં સવાર તમામ બાળકો સૂરતગંજના હરક્કા ગામના કંપોજિટ સ્કૂલના છે. એક શૈક્ષણિક વિઝિટ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે લખનઉ ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે આ ઘટના બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક બાઈક ચાલકને બચાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ જોતજોતામાં બસ પલટી ગઈ હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો