DPAP party jammu

AAP And DPAP Candidates Announces: AAPએ પંજાબમાં અને DPAPએ જમ્મુ કાશ્મીરમાં બે-બે ઉમેદવારોની કરી જાહેરાત

AAP And DPAP Candidates Announces: 2 એપ્રિલના રોજ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 10મી અને 11મી યાદી જાહેર કરી

whatsapp banner

નવી દિલ્હી, 02 એપ્રિલઃ AAP And DPAP Candidates Announces: જમ્મુ કાશ્મીરની પાંચ લોકસભા બેઠકોમાંથી સૌથી હોટ સીટ ગણાતી અનંતનાગ-રાજૌરી બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળશે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠકથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. DPAPના ખજાનચી તાજ મોહિઉદ્દીને મંગળવારે શ્રીનગરમાં એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચો:- Manmohan Singh Retired: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાંસદીય કારકીર્દીનો અંત, કરી નિવૃતીની જાહેરાત

વર્ષ 2022માં કોંગ્રેસથી અલગ થઈને ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરમાં ખુદની પાર્ટી બનાવી, જેનું નામ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી રાખ્યું. ગુલામનબીએ ઉધમપુર-ડોડા બેઠકથી જીએમ સરૂરીને મેદાનમાં ઉતાર્યા છે. તેવામાં તેમની પાર્ટીના અત્યાર સુધી બે ઉમેદવાર જમ્મુ કાશ્મીરના લોકસભા ચૂંટણી મેદાનમાં સામે આવી ચૂક્યા છે.

આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પંજાબમાં બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ હોશિયારપુરથી ડૉ. રાજકુમાર ચબ્બેવાલ અને આનંદપુર સાહિબથી માલવિંદર કંગને ઉમેદવાર જાહેર કર્યા છે. આ અગાઉ પાર્ટીએ પંજાબમાં કુલ 13 બેઠકોમાંથી 8 બેઠકોના ઉમેદવારની જાહેરાત કરી હતી. જોકે, આ વચ્ચે એક ઉમેદવાર સુશીલ કુમાર રિંકૂ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

2 એપ્રિલના રોજ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 10મી અને 11મી યાદી જાહેર કરી હતી. જેમાં કુલ 19 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્રની અકોલા બેઠક પરથી ડૉ.અભય કાશીનાથ પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કડિયમ કાવ્યાને તેલંગાણાની વારંગલ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વાયએસ શર્મિલા રેડ્ડી આંધ્ર પ્રદેશના કડપામાંથી, તારિક અનવર બિહારના કટિહારથી ચૂંટણી લડશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો