Minority students

Minority students: ઉદ્ધવ સરકાર માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ ભથ્થું આપશે

Minority students: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બન્યા પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકાને કારણે આ સરકાર એવા નિર્ણયો લઈ રહી છે જે ઠાકરે પરિવાર પાસેથી અપેક્ષીત નથી.

મુંબઈ, 16 ઑક્ટોબર: Minority students: મહારાષ્ટ્ર સરકારે એવો નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિક્ષા લઈ  રહેલા તમામ માઈનોરીટી કોમ્યુનિટીના બાળકોને ટ્રાવેલિંગ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ જાહેરાત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકાર ના મંત્રી એવા નવાબ મલિકે કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઠાકરે સરકાર એવા નિર્ણયો લઈ રહી છે જેને ભૂતકાળમાં તેમણે પોતે ટીકા કરી છે. જોવાની વાત એ છે કે આ પ્રકારના ભથ્થાના માધ્યમથી સરકારે બાલ્ય અવસ્થા એટલે કે શિક્ષણના સમયથી જ વિદ્યાર્થીઓ વચ્ચે બે ભાગ પાડી દીધા છે. આ તિરાડ આવનાર સમયમાં કેટલી બનશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો…Mann ki baat: મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું

Whatsapp Join Banner Guj