vadodara station 600x337 1

Godhra-Vadodara Memu: ગોધરા-વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી દરરોજ દોડશે.

Godhra-Vadodara Memu: ગોધરા-વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી દરરોજ દોડશે. સંપૂર્ણ રીતે અનઆરક્ષિત રહેશે આ ટ્રેન

વડોદરા, ૧૬ ઓક્ટોબર: Godhra-Vadodara Memu: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખતાં તા.18 ઓક્ટોબર થી ગોધરા-વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામા આવશે.

વડોદરા ડિવિઝન ના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માં એ જણાવ્યું હતું કે ટ્રેન નં. 09282 (મૂળ ટ્રેન 69118) ગોધરા-વડોદરા અનરિઝર્વ મેમુ સ્પેશિયલ તા.18 ઓક્ટોબર થી દરરોજ 17.55 કલાકે ગોધરાથી ઉપડીને 19.35 કલાકે વડોદરા પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન ખરસાલિયા, ડેરોલ, ચાંપાનેર રોડ જં., સમલાયા જં., પિલોલ અને છાયાપુરી સ્ટેશનો પર રોકાશે.

આ પણ વાંચો…Minority students: ઉદ્ધવ સરકાર માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ ભથ્થું આપશે

Whatsapp Join Banner Guj