First person dies of monkey pox in the country

Monkeypox Cases: મંકીપોક્સે ચિંતા વધારી, વધુ એક કેસ નોંધાતા- દેશમાં કુલ 9 કેસ થયા

Monkeypox Cases: રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી ચાર લોકોમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. તો પાંચ કેસ કેરલમાં સામે આવ્યા

નવી દિલ્હી, 04 ઓગષ્ટઃ Monkeypox Cases: દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત થઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 31 વર્ષની નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આ દેશમાં પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના સંક્રમણની પુષ્ટિ થઈ છે. 

સૂત્રોએ જણાવ્યું કે મહિલાને તાવ છે અને તેના હાથમાં ઘાવ છે, અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે તેમાં સંક્રમણની પુષ્ટિ થઈ. તેમણે કહ્યું કે હાલમાં મહિલાની વિદેશ યાત્રાની કોઈ જાણકારી મળી નથી. 

રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી ચાર લોકોમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. તો પાંચ કેસ કેરલમાં સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 9 લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. દિલ્હી અને કેરલમાં એક-એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી છે. તો કેરલમાં સંક્રમણને કારણે એકનું મોત થયું છે.

Advertisement

આ પણ વાંચોઃ Mahendra Meghani Passed Away: ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન

મંકીપોક્સના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે મહામારીથી બચવા માટે ‘શું કરો અને શું ન કરો’ સંબંધિત એક યાદી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કે વારંવાર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તે પણ સંક્રમિત હોઈ શકે છે. 

મંત્રાલયે કહ્યું કે સંક્રમણથી બચવા માટે સંક્રમિત વ્યક્તિ કે અન્ય વ્યક્તિઓથી અંતર જાળવો. તેમાં કહેવામાં આવ્યું કે આ સિવાય હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક પહેરવુ અને ગ્લવ્સ પહેરવા જેવા કેટલાક એવા ઉપાય છે, જેનાથી આ બીમારીથી બચી શકાય છે. 

Advertisement

મંત્રાલયે કહ્યું કે તે લોકોની સાથે રૂમાલ, બેડ, કપડા, ટુવાલ તથા અન્ય વસ્તુઓ શેર કરવાથી બચવુ જોઈએ, જે સંક્રમિત થયા છે. તેમાં રોગીઓ અને બિન-સંક્રમિત વ્યક્તિઓના કપડા એક સાથે ન ધોવા અને જાહેર કાર્યક્રમોમાં જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું- સંક્રમિતો અને શંકાસ્પદ રોગીઓ સાથે ભેગભાવ ન કરો. આ સિવાય કોઈ અફવા કે ખોટી જાણકારી પર વિશ્વાસ કરો નહીં. 

આ પણ વાંચોઃ Guruvar mahatva in shravan: શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુનો અભિષેક અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થશે

Gujarati banner 01

Advertisement