12th results

12th Supplementary Exam Result: ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર

12th Supplementary Exam Result: સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે 41,167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37,457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

અમદાવાદ, 04 ઓગષ્ટ: 12th Supplementary Exam Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ 2022માં લેવાયેલી વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત માધ્યમની પૂરક પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઈ પૂરક 2022 ની પરીક્ષાનું પરિણામ તારીખ 4 ઓગસ્ટ 2022 ના રોજ સવારે આઠ કલાકે બહાર પાડવામાં આવશે.

જુલાઇ મહિનામાં લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા માટે 14,039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 12,250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે 41,167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37,457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

જેમાંથી વિજ્ઞાન પ્રવાહમાં 3,588 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 23,494 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. 

આ પણ વાંચોઃ Monkeypox Cases: મંકીપોક્સે ચિંતા વધારી, વધુ એક કેસ નોંધાતા- દેશમાં કુલ 9 કેસ થયા

વિદ્યાર્થી બોર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર જઇ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગે હવે બાદમાં જાણ કરવામાં આવશે. અન્ય સુચનાઓ શાળા માટે પરિપત્ર રૂપે મોકલાવાશે.

ઊલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18 જુલાઈના રોજ સાયન્સ પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી. એ જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18થી 20 જુલાઈની વચ્ચે કોમર્સ પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી. તમને જણાવી દઈએ કે એક કે બે વિષયમાં ફેલ થનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પૂરક પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળ વધુ અભ્યાસ માટે ચાલુ સત્રમાં કોલેજ વગેરેમાં એડમિશન મેળવી શકે છે. કોલેજોમાં એડમિશન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Mahendra Meghani Passed Away: ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન