myLAB ની કોવિસેલ્ફ કીટની ડિલિવરી શરુ, ઘરે બેઠા 15 મિનિટમાં કરી શકશો કોરોના ટેસ્ટ
નવી દિલ્હી, 04 મેઃ કોરોના ટેસ્ટ કિટ કોવિશેલ્ફ હવે મેડિકલ સ્ટોર પર પણ ઉપલબ્ધ થઇ છે. ગુરુવારના રોજ માયલેબે(myLAB) જણાવ્યું કે કિટને બજારમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ આવતા બે-ત્રણ દિવસમાં દવાની દુકાનમાં મળશે. સાથે જ જે લોકોએ ઓનલાઇન ઓર્ડર કરી છે, એમને પણ જલ્દી મળી જશે. ઓર્ડર માટે શિપિંગ શરુ થઇ ગઈ છે. પુણેની માયલેબ સ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડની આ કિટ દ્વારા ઘરમાં જ માત્ર 15 મિનિટમાં કોરોનાની તપાસ થઇ શકશે.

આઈસીએમઆરએ ગયા મહિને પુણેની માયલેબ(myLAB)ને કોવિડ-19 તપાસ માટે આ સેલ્ફ-યુઝ રેપિડ હોમ ટેસ્ટ કીટ માટે મંજૂરી આપી હતી. એની તપાસની રિપોર્ટ માત્ર 15 મિનિટ માટે મળી જશે. 250 રૂપિયાની કિંમત વાળા દેશની પહેલી કોરોના હોમ ટેસ્ટ કીટ ‘કોવિસેલ્ફ’ના નામથી, માયલેબ ડિસ્કવરી સોલ્યુશન, પૂર્ણ દ્વારા વિકસિત કરવામાં આવી છે. જે હવે બજારોમાં ઉપલબ્ધ થઇ જશે.
હોમ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ મેન્યુઅલ રીતે થશે. હોમ ટેસ્ટિંગ માટે myLAB ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવાનું રહેશે. આ એપ પર તમારી કોરોના રિપોર્ટ આવી જશે. હોમ ટેસ્ટિંગ કરાવતા લોકોને સ્ટ્રીપ ફોટો લેવી પડશે, એ ફોટો એ જ ફોનથી લેવી પડશે જેમાં myLAB એપ ડાઉનલોડ થશે. મોબાઈલ ફોનના ડેટા ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર કરવામાં આવશે, જેનાથી પ્રાઇવેસી બની રહેશે.

નોંધનીય છે કે, ટેસ્ટ કીટ સાથે એક સમગ્ર પ્રક્રિયાનું વર્ણન કરવા વાળું મેન્યુઅલ સાથે આવશે, જેને વાંચી એનું પાલન કરવાનું રહેશે. યુઝર મેન્યુઅલ અનુસાર, નેઝલ સ્વાબને બંને નોસ્ટ્રિલસમાં 2થી 4 સેમી સુધી નાખવાનું રહેશે. નોસ્ટ્રિલ્સમાં 2થી 4 સેમી સુધી નાખ્યા પછી નોસ્ટ્રિલ્સમાં પાંચ વાર ફેરવો. સ્વાબ ટ્યુબમાં ડુબાડો, ટ્યુબને નીચેની તરફ પિન્ચ કરો અને નેઝલ સ્લેબને 10 વખત ફેરવો જેથી આ સુનિશ્ચિત થઇ શકે છે સ્વાબ ટ્યુબમાં સારી રીતે ડૂબ્યું છે. ત્યાર પછી સ્વાબને પહેલાથી ભરો ટ્યુબમાં ભરો અને બચેલ સ્વાબને તોડો. ત્યાર પછી ટ્યુબનું ઢાંકણ બંધ કરો. ત્યાર પછી ટેસ્ટ કાર્ડ પર ટ્યુબ દબાવી એક પછી એક બે નાખો. ટેસ્ટ રિપોર્ટ માટે 15 મિનિટ સુધી રાહ જોવી પડશે.
આ પણ વાંચો….
BREAKING NEWS: રાજ્યની સરકારી અને ખાનગીક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે આ તારીખથી રાબેતા મુજબ શરુ…