page 571 855

PM મોદીએ અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિ(kamala harris) સાથે કરી ફોન પર વાત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ- વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 04 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીત કરી હતી. ન્યૂઝ એજન્સી મુજબ, આ વાતચીત હેરિસ(kamala harris)ની પહેલ પર થઈ. વાતચીત દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવાને લઈને ચર્ચા થઈ. આ દરમિયાન મોદીએ કોરોનાની સ્થિતિ સુધરે એ બાદ હેરિસને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું.

વાતચીત પછી વડાપ્રધાને સોશિયલ મીડિયા પર કહ્યું- થોડા સમય પહેલાં અમેરિકાનાં વાઈસ-પ્રેસિડન્ટ કમલા હેરિસ(kamala harris) સાથે વાતચીત કરી. અમેરિકા ગ્લોબલ વેક્સિન શેરિંગને લઈને જે વેક્સિન ભારતને આપી રહ્યું છે એની મેં પ્રશંસા કરી. મહામારી દરમિયાન અમેરિકી સરકાર, કોર્પોરેટ સેક્ટર અને ત્યાં વસવાટ કરતા ભારતીયોએ જે મદદ કરી છે એના માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. અમે ભારત અને અમેરિકા વચ્ચે વેક્સિન કોઓપરેશનને લઈને પણ વાતચીત કરી. કોવિડ-19 ઉપરાંત ગ્લોબલ હેલ્થ અને ઈકોનોમિની રિકવરી પર પણ વાતચીત થઈ.

kamala harris

આ પહેલાં બંને નેતાઓ વચ્ચે 21 જાન્યુઆરીનાં રોજ વાતચીત થઈ હતી. 20 જાન્યુારીએ કમલા(kamala harris)એ અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા. મોદીએ તેમને આ પદ પર પહોંચવા માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને પછી સોશિયલ મીડિયા પર કમલા(kamala harris) સાથેની વાતચીત અંગે જાણકારી આપી હતી. મોદીના જણાવ્યા મુજબ- અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિએ વાતચીત દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનશે. અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે.

ADVT Dental Titanium

ગુરુવારે રાત્રે જ વ્હાઈટ હાઉસે જાહેરાત કરી કે તેઓ ગ્લોબલ વેક્સિન પ્રોગ્રામને લઈને તેમની ભૂમિકા વધારી રહ્યા છે. નિવેદન મુજબ, અમેરિકા પોતાની પાસે હાજર ઓવર સ્ટોકની 75% વેક્સિન ઈન્ટરનેશનલ અલાયન્સ દેશને આપશે, જેનો અર્થ એ થયો કે આ પ્રોગ્રામનો ફાયદો ભારતને પણ મળી શકે છે, કેમ કે ભારત અને અમેરિકા(kamala harris) વચ્ચે મજબૂત સંબંધ છે. હાલમાં જ ભારતના વિદેશમંત્રી જયશંકર પણ અમેરિકાની યાત્રાએ ગયા હતા, એ દરમિયાન વેક્સિન શેરિંગ પર પણ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો…

myLAB ની કોવિસેલ્ફ કીટની ડિલિવરી શરુ, ઘરે બેઠા 15 મિનિટમાં કરી શકશો કોરોના ટેસ્ટ