coronavirus testing

New Guideline: કોરોનાથી બચવા એરપોર્ટ અને રેલ્વે ઓથોરિટીએ નવી ગાઈડલાઈન કરી જાહેર, વાંચો નવા નિયમ

New Guideline: કોરોનાની આ ગાઈડલાઈન રજુ થયા બાદ હવે વિમાન મુસાફરોને અથોરિટી તરફથી રજુ આદેશોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે

નવી દિલ્હી, 12 મે: New Guideline: કોરોના સંક્રમણની ચોથી લહેર આવવાના ભય વચ્ચે હવે રેલવે પછી એયરપોર્ટ અથૉરિટીએ પણ કડક પગલા ઉઠાવતા નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની આ ગાઈડલાઈન રજુ થયા બાદ હવે વિમાન મુસાફરોને અથોરિટી તરફથી રજુ આદેશોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે.

હવે મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ સાથે, કોરોના દિશાનિર્દેશો અંગે રજુ કરાયેલ ગાઈડલાઈન મુજબ જ મુસાફરી કરવાની ફરજ પડશે. આ નિયમો માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ પરિસરમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય વિભાગો માટે પણ ફરજિયાય માન્ય રહેશે. અન્યથા, સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે અથવા તેમને મુસાફરી કરવાની મનાઈ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Standard 12 Science Result Announced: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, 72.02 ટકા પરિણામ આવ્યું- વાંચો વિગત

Advertisement

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હવે એરપોર્ટ ઓથોરિટીએ મંગળવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વારાણસીના વાતપુરના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી લેટર રજુ કરીને કોરોનાથી બચવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. કોવિડની ચોથી લહેરના સંક્રમણની શક્યતાઓને દૂર કરવા માટે, મંગળવારથી DGCA (ડિરેક્ટોરેટ ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી) ની સૂચના પર, એરપોર્ટ ઓથોરિટીએ તમામ એરલાઇન્સ અને કર્મચારીઓને દિશાનિર્દેશોનું પાલન કરવા અને મુસાફરો પાસેથી કરાવવા માટે આદેશ આપ્યો છે.

કોરોના ગાઈડલાઈન્સ જાહેર થયા બાદ મંગળવારે કેમ્પસમાં ભારે સખ્તાઈ જોવા મળી હતી. એરલાઇન્સે તેમના કાઉન્ટર પર સેનિટાઇઝર મુક્યા હતા અને મુસાફરોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા. એરપોર્ટ ડાયરેક્ટર આર્યમા સાન્યાલે કહ્યું કે કોરોનાના ચોથા લહેરની સંભાવનાને ટાળવા માટે મુખ્યાલય તરફથી નવી ગાઈડલાઈન આવી છે, જે મંગળવારથી લાગુ કરવામાં આવી છે. વિભાગ દ્વારા સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Claim of jaipur royal family on Taj mahal: તાજમહેલ પર જયપુર રાજવી પરિવારનો મોટો દાવો, કહ્યું- મારી પાસે દસ્તાવેજ છે તાજમહેલની જગ્યાએ અમારો મહેલ હતો

Advertisement
Gujarati banner 01