Republic Day preparations

Parade update: કોરોના મહામારીને પગલે પ્રજાસત્તાક દિવસ પરેડમાં પાંચથી આઠ હજાર લોકોને મંજૂરી અપાશે- વાંચો વિગત

Parade update: રીક્ષા ડ્રાઇવર, સેનિટેશન વર્કરો, બાંધકામ મજૂરો, ફ્રન્ટલાઇન હેલ્થલાઇન વર્કરો અને અન્ય માટે કેટલીક સીટો રિઝર્વ રાખવામાં આવશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: Parade update: કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે નવી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ફક્ત 5000 થી 8000 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે તેમ સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. રીક્ષા ડ્રાઇવર, સેનિટેશન વર્કરો, બાંધકામ મજૂરો, ફ્રન્ટલાઇન હેલ્થલાઇન વર્કરો અને અન્ય માટે કેટલીક સીટો રિઝર્વ રાખવામાં આવશે. 

વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકલા પુખ્ત વયના લોકો અને ઓછામાં ઓછું એક ડોઝ લઇ ચૂકેલા 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આ કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવશે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ઠંડી અને કોરોનાને પરેડ સવારે 10 વાગ્યેને બદલે 10.30 વાગ્યે શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે 25000 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. તેનાથી અગાઉ 2020માં 1.25 લાખ લોકોને મંજૂરી આપવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Gujarat weather update: રાજ્યમાં ફરી વાતાવરણ બદાલાશે, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી- વાંચો વિગત

આ વખતની પરેડમાં મુખ્ય અતિથિને બોલાવવા કે નહીં તે અંગેનો નિર્ણય વિદેશ મંત્રાલય દ્વારા લેવામાં આવશે. ગયા વર્ષની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે કોઇ પણ ન હતું. જમ્મુૂ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી આ પરેડ શરૂ કરવામાં આવશે.

29 જાન્યુઆરીએ યોજાનારા વાર્ષિક બિટિંગ રિટ્રીટ સમારંભમાં એક હજાર ડ્રોન ભાગ લેશે. આઇઆઇટી દિલ્હી સાથે સંકળાયેલ એક સ્ટાર્ટ અપ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ડ્રોન શોનું આયોજન કરશે. જેમાં 1000 ડ્રોન ભાગ લેશે.

Gujarati banner 01