Aprna yadav join BJP

Aparna Yadav joins BJP: મુલાયમ સિંહના પુત્રવધુ અપર્ણા યાદવ BJP માં જોડાયા

Aparna Yadav joins BJP: અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પાર્ટીની સદસ્યતા અપાવી.

નવી દિલ્હી, ૧૯ જાન્યુઆરીઃ Aparna Yadav joins BJP: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ અખિલેશ યાદવને મોટો ઝટકો મળ્યો છે. મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે. અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પાર્ટીની સદસ્યતા અપાવી. યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથના ભારોભાર વખાણ કર્યા. તેમણે કહ્યું કે હું ભાજપની ખુબ આભારી છું. મારા માટે દેશ હંમેશા સૌથી પહેલા આવે છે. 


અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌની કેન્ટ સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભાજપના ઉમેદવાર રીતા બહુગુણાએ હરાવ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં અખિલેશ યાદવે પણ અપર્ણા માટે પ્રચાર કર્યો હતો. અપર્ણા યાદવ સપાના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવના પુત્ર પ્રતિક યાદવના પત્ની છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. તેમના પિતા અરવિંદ સિંહ બિષ્ટ એક પત્રકાર રહી ચૂક્યા છે. તેમના પિતાને સપાની સરકારમાં સૂચના કમિશનર બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમના માતા અંબી બિષ્ટ લખનૌ નગર નિગમમાં અધિકારી છે. 

આ પણ વાંચો…Gujarat weather update: રાજ્યમાં ફરી વાતાવરણ બદાલાશે, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી- વાંચો વિગત

Gujarati banner 01