PM modi attend G 20 summit in rome:જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રોમ પહોંચ્યા PM મોદી, ટ્વિટ કરીને કહી આ વાત- વાંચો વિગત

PM modi attend G 20 summit in rome: PMએ કહ્યું- ઈટાલીના પ્રવાસ દરમિયાન હું વેટિકન સિટી જવાનો છું અને પોપ ફ્રાંસિસ તેમજ વેટિકન સિટીના સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીએટ્રો પારોલિન સાથે પણ મુલાકાત કરવાનો છું

નવી દિલ્હી, 29 ઓક્ટોબરઃPM modi attend G 20 summit in rome: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ઈટાલીની રાજધાની રોમ પહોંચી ચુકયા છે. રોમમાં પીએમ મોદીનુ સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે. ભારતના રાજદૂત પણ વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે હાજર હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, મહત્વના વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવા માટે જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે હું રોમ પહોંચી ગયો છે.

પીએમ મોદીએ આ પહેલા કહ્યુ હતુ કે, ઈટાલીના પીએમ મારિયો દ્રાગીના આમંત્રણ પર 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રોમ અને વેટિકન સિટીની યાત્રા કરીશ. એ પછી બ્રિટિશ પીએમ બોરિસ જોનસનના આમંત્રણ પર એક અને બે નવેમ્બરે બ્રિટનમાં રોકાણ કરીશ. રોમમાં યોજાનારા જી-20 શિકર સંમેલનમાં કોરોના મહામારીના કારણે વૈશ્વિક ઈકોનોમી પર પ્રભાવ, ક્લાઈમેટ જેવા મુદ્દા પર ચર્ચા કરવાનો છું.

તેમણે કહ્યુ હતુ કે, ઈટાલીના પ્રવાસ દરમિયાન હું વેટિકન સિટી જવાનો છું અને પોપ ફ્રાંસિસ તેમજ વેટિકન સિટીના સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીએટ્રો પારોલિન સાથે પણ મુલાકાત કરવાનો છું.

આ પણ વાંચોઃ Google banned 150 apps: Googleએ પ્લે સ્ટોર પરથી 150 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો- વાંચો વિગત

Whatsapp Join Banner Guj