S.jayshankar

Israel and Iran war: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મની જંગ વચ્ચે થયો ભારતનો ઉલ્લેખ- વાંચો શું છે મામલો?

Israel and Iran war:ભારતની ઈરાન એમ્બેસીએ પણ ઈઝરાયેલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપીને કહ્યુ છે કે, ઈઝરાયેલ આતંકી દેશ છે અને તે પેલેસ્ટાઈન તેમજ મિડલ ઈસ્ટના બીજા દેશોમાં રક્તપાત સર્જવામાં સામેલ છે

નવી દિલ્હી, 29 ઓક્ટોબરઃ Israel and Iran war: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મની જગ જાહેર છે. જોકે બંને દેશો વચ્ચેના ખટરાગમાં હવે ભારતને પણ ઘસેડવામાં આવ્યુ છે.ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત નાગોર ગિલોને નવા ક્વાડ સંગઠન ઈઝરાયેલ, ભારત, અમેરિકા અને યુએઈને લઈને વાત કરતા કહ્યુ હતુ કે, આ જૂથ કોઈ એક દેશ સામે નથી પણ આ ચારે દેશનુ સાથે આવવાનુ કારણ ઈરાન દ્વારા સર્જવામાં આવી રહેલી અસ્થિરતા છે.

તેમણે કહ્યુ હતુ કે, મારૂ માનવુ છે કે, આ ચાર દેશોના ગઠબંધનના કારણે તેમની વચ્ચે આર્થિક સહયોગ પણ વધે તેવી શક્યતા છે. ખાડી દેશોમાં આ ચાર દેશો વચ્ચેના સબંધ બહેતર થવાનુ એક કારણ ઈરાનને લઈને સતાવી રહેલો ભય પણ છે. ઈરાન ગલ્ફ વિસ્તારમાં યમન, લેબોનોન, ઈરાક એમ તમામ જગ્યાએ અસ્થિરતા ઉભી કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ PM modi attend G 20 summit in rome:જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રોમ પહોંચ્યા PM મોદી, ટ્વિટ કરીને કહી આ વાત- વાંચો વિગત

જોકે એ પછી ભારતની ઈરાન એમ્બેસીએ પણ ઈઝરાયેલના નિવેદન(Israel and Iran war) પર આકરી પ્રતિક્રિયા આપીને કહ્યુ છે કે, ઈઝરાયેલ આતંકી દેશ છે અને તે પેલેસ્ટાઈન તેમજ મિડલ ઈસ્ટના બીજા દેશોમાં રક્તપાત સર્જવામાં સામેલ છે. નિર્દોષ લોકો પર ઈઝરાયેલનો અત્યાચાર દુનિયા જાણે છે. આ દેશ શાંતિ માટેના ગઠબંધનની સલાહ આપે છે.

આ નિવેદનમાં ભારતનુ નામ લીધા વગર ઈરાને કહ્યુ છે કે, સાથી દેશો ઈઝરાયેલની જાળમાં ના ફસાય તે જરૂરી છે. ઈઝરાયેલનો ઈતિહાસ માનવાધિકારીના ભંગ, બાળકોની હત્યા તેમજ દુષ્ટ મગજ ધરાવતા યહૂદી રાજદૂતોની બાલિશ ટિપ્પણીઓથી ખરડાયેલો છે. ઈરાનને વિશ્વાસ છે કે, શાંતિનો મહાન ઈતિહાસ ધરાવતી સભ્યતાઓ આવા સ્વાર્થી શાસકોની જાળમાં નહીં ફસાય.

Whatsapp Join Banner Guj