Google banned 150 apps

Google banned 150 apps: Googleએ પ્લે સ્ટોર પરથી 150 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો- વાંચો વિગત

Google banned 150 apps: SMS સ્કેમ એપ્લિકેશન્સ UltimaSMS નામના કેંપેનનો ભાગ હતી, જેમાં મેલેશિયસ પ્રોગ્રામ વિક્ટિમને મોંઘી પ્રીમિયમ SMS સર્વિસ માટે સાઇન અપ કરવા માટે કહેવામાં આવે છે

ટેકનોલોજી ડેસ્ક, 29 ઓક્ટોબરઃ Google banned 150 apps: ગૂગલે પ્લે સ્ટોર પરથી લગભગ 150 એપ્લીકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપને એક કરોડથી વધુ લોકોએ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી છે. ડાઉનલોડ કર્યા પછી યુઝર્સનો ડેટા સુરક્ષિત ન હતો.  આ ઉપરાંત એપ્લિકેશન દ્વારા લોકોને પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી રહી હતી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. જે બાદ ગૂગલે એક મોટી કાર્યવાહી કરીને આ તમામ એપ્લીકેશનને તેના પ્લે સ્ટોર પરથી પ્રતિબંધિત કરી દીધી છે.

ગૂગલે પ્લે સ્ટોર પરથી 150થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. SMS સ્કેમ એપ્લિકેશન્સ UltimaSMS નામના કેંપેનનો ભાગ હતી, જેમાં મેલેશિયસ પ્રોગ્રામ વિક્ટિમને મોંઘી પ્રીમિયમ SMS સર્વિસ માટે સાઇન અપ કરવા માટે કહેવામાં આવે છે અને તેના બદલામાં, યુઝર્સને પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે. પરંતુ તેનાથી ઉલટું યુઝર્સને નુકસાન સહન કરવું પડે છે. ઘણા યુઝર્સ ફ્રોડનો શિકાર બન્યા છે.

આ પણ વાંચો: Shaktikanta das: RBI ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાયો, 2018માં થઇ હતા નિયુક્ત- વાંચો તેમણે કરેલા કાર્યો વિશે

સિક્યોરિટી સર્વિસ પ્રોવાઈડર અવાસ્ટ અનુસાર, આ એપ્સને Google Play Store પરથી 10.5 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ પછી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે લગભગ 10 મિલિયન યુઝર્સ આનો ભોગ બની શકે છે. તે જ સમયે, તેમણે કહ્યું કે તેઓ “સ્ટ્રક્ચર અને ફંક્શનેલિટીમાં લગભગ સમાન” છે.

કેવી રીતે લેવામાં આવે છે યુઝર્સનો ડેટા?

તે જ સમયે, રિપોર્ટ અનુસાર, UltimaSMS વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ દેશ અથવા વિસ્તાર સુધી મર્યાદિત નથી. પરંતુ ઈજિપ્ત, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી, ઓમાન, કતાર, કુવૈત, અમેરિકા જેવા દેશોમાં પણ આવું થઈ રહ્યું છે. માહિતી અનુસાર, જ્યારે કોઈ યુઝર આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરે છે, ત્યારે એપ તેમના લોકેશન, IMEI નંબર અને ફોન નંબરની તપાસ કરે છે અને નક્કી કરે છે કે સ્કેમ માટે કયા દેશનો એરિયા કોડ અને ભાષાનો ઉપયોગ કરી શકાય છે.

Whatsapp Join Banner Guj