PM mourns death of Actors: પીએમ મોદીએ આ બે અભિનેતાને આપી શ્રદ્ધાંજલિ, જૂની તસ્વીર શેર કરતાં લખ્યું- આપ ઝુનૂની અને અસાધારણ અભિનેતા હતા
PM mourns death of Actors: રામાયણમાં રાવણનુ પાત્ર નિભાવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું આજે સવારે નિધન થઈ ગયુ. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃ PM mourns death of Actors: રામાયણમાં રાવણનુ પાત્ર નિભાવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું આજે સવારે નિધન થઈ ગયુ. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનુ પાત્ર નિભાવનાર ઘનશ્યામ નાયકને પણ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે બંને અભિનેતાઓની સાથે પોતાની જૂની તસવીર શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે અને દિવંગત આત્માને ઝુનૂની, અસાધારણ અભિનેતા ગણાવ્યા છે. બંને જ અભિનેતા ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર હતા. દેશ દુનિયાના તમામ લોકો આ સિતારાઓને ગુમાવ્યા બાદ આઘાતમાં છે.
અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ લખ્યુ, અમે અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જે ના માત્ર એક અસાધારણ અભિનેતા હતા પરંતુ જનસેવા પ્રત્યે પણ ઝુનૂની હતા. ભારતીયની પેઢીઓ માટે તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે.
પીએમ મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમનુ નિધન સોમવારે કેન્સરના કારણે થઈ ગયુ હતુ. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યુ, છેલ્લા કેટલાક દિવસમાં અમે બે પ્રતિભાશાળી કલાકારોને ગુમાવી દીધા. તે બંને કલાકારોએ પોતાના કામથી લોકોના દિલ જીત્યા હતા. શ્રી ઘનશ્યામ નાયકને તેમના બહુમુખી પાત્ર માટે યાદ કરવામાં આવશે. ખાસ કરીને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં. તેઓ ઘણા દયાળુ અને વિનમ્ર પણ હતા.
આ પણ વાંચોઃ Garba Guidline in Gujarat: ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત, 400ની મર્યાદા સાથે રસી પણ જરૂરી
82 વર્ષના અરવિંદ ત્રિવેદી ઘણા સમયથી બીમાર હતા અને હાર્ટ એટેક આવતા તેમનુ નિધન થઈ ગયુ. તેમના અંતિમ સંસ્કાર બુધવારે સવારે મુંબઈમાં થશે. રામાનંદ સાગરી સિરિયલ રામાયણમાં લંકાપતિ રાવણનો રોલ નિભાવીને અરવિંદ ત્રિવેદીએ ખાસી લોકપ્રિયતા મેળવી હતી. અરવિંદ ત્રિવેદી મૂળરીતે મધ્ય પ્રદેશના શહેર ઈન્દોર સાથે સંબંધ ધરાવતા હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનુ પાત્ર નિભાવનાર ઘનશ્યામ નાયકનુ રવિવારે નિધન થઈ ગયુ હતુ. તેઓ 76 વર્ષના હતા અને ગયા એક વર્ષથી કેન્સરથી પીડિત હતા. એપ્રિલના મહિનામાં ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક સ્પોટ્સ મળ્યા હતા, જે બાદ તેમનુ ઓપરેશન કરવામાં આવ્યુ. ઘનશ્યામ નાયક ફેન્સની વચ્ચે નટુ કાકાના નામથી જાણીતા હતા.

