sherlyn

sherlyn statement: શર્લિનએ કર્યો મોટો ખુલાસો કહ્યું- કિંગખાનની પાર્ટીમાં આ સ્ટાર્સની પત્નીઓએ વોશરુમમાં લીધો હતો સફેદ પાવડર

sherlyn statement: ડ્રગ્સ કેસમાં આર્યનનું નામ બહાર આવ્યા બાદ પણ શાહરુખ ખાન અને તેના પુત્રને બોલીવુડના સિતારાઓ ખુલીને સપોર્ટ કરી રહ્યા છે

બોલિવુડ ડેસ્ક, 06 ઓક્ટોબરઃ sherlyn statement: બોલીવુડના ‘કિંગખાન’ શાહરુખનો પુત્ર ડ્રગ્સ પ્રકરણે હાલ એનસીબી (નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો)ની કસ્ટડીમાં છે. આર્યન સામે ડ્રગ્સનું સેવન અને તેના લેણ- દેણનો આરોપ છે. ડ્રગ્સ કેસમાં આર્યનનું નામ બહાર આવ્યા બાદ પણ શાહરુખ ખાન અને તેના પુત્રને બોલીવુડના સિતારાઓ ખુલીને સપોર્ટ કરી રહ્યા છે. ઘણા અભિનેતાઓએ આર્યન ખાન તરફ સહાનુભૂતિ પણ દાખવી છે.

દરમિયાનમાં મુંબઈ નજીક ક્રૂઝશિપમાં યોજાયેલી ડ્રગ્સ પાર્ટીના મામલામાં વધુ ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. આમ આ ચકચાર જનક કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓએ અત્યાર સુધી ૧૨ આરોપીને પકડયા છે. આ તમામ વાતો વચ્ચે બોલીવુડની અભિનેત્રી શર્લિન ચોપ્રાએ મોટો દાવો કર્યો છે.

શર્લિને શાહરુખ ખાનની આઇપીએલની ટીમ કેકેઆર (કોલકાતા નાઇટ રાઇડર્સ)ની એક પાર્ટીને લઇને આ ચોંકાવનારો દાવો કર્યો છે. શર્લિને સોશિયલ મીડિયા પર તેના એક જૂના ઇંટરવ્યુનો વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચોઃ PM mourns death of Actors: પીએમ મોદીએ આ બે અભિનેતાને આપી શ્રદ્ધાંજલિ, જૂની તસ્વીર શેર કરતાં લખ્યું- આપ ઝુનૂની અને અસાધારણ અભિનેતા હતા

આ વીડિયોમાં તે શાહરુખ ખાનની ટીમ કેકેઆરની એક પાર્ટીનો ઉલ્લેખ કરતા નજરે પડે છે. આ વીડિયો તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે એક ટ્વિટ કરતા તેણે લખ્યું છે કે શાહરુખની કેકેઆર વાળી પાર્ટી વિશે મેં ગયા વર્ષે આ ઇન્ટરવ્યુ આપ્યો હતો.

આ વીડિયોમાં શર્લિન કહે છે કે ડાન્સ કરતા- કરતા તે જ્યારે થાકી ગઇ અને તેને પરસેવો થવા માંડયો ત્યારે તે અહીંના એક વોશરુમમાં ગઇ હતી. જેવો મેં દરવાજો ખોલ્યો કે ત્યાં મે જે દ્રશ્ય જોયું તેણે મને અચંભિત કરી દીધી હતી.

હું વિચારમાં પડી ગઇ કે હું કોઇ ખોટી જગ્યાએ તો આવી ગઇ નથી ને? કારણ કે અહીં સ્ટાર પત્નીઓ અરીસા સામે ઉભી રહીને વાઇટ પાવડરનું સેવન કરી રહી હતી.

અચાનક આવું દ્રશ્ય જોઇને હું સ્તબ્ધ થઇ ગઇ. મેં તેમને સ્માઇલ આપ્યું અને ઇગ્નોર કરી દીધા હતા. મેં જોયું કે તમામ પોત-પોતાના હિસાબે ‘ચિલ’ કરી રહી હતી. ત્યારબાદ શાહરુખ સહિત તમામને મળીને હું નિકળી ગઇ જો કે, ત્યારે મને સમજાયું કે બોલીવુડમાં કયા પ્રકારની પાર્ટીઓ યોજાય છે.

આ પણ વાંચોઃ Garba Guidline in Gujarat: ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત, 400ની મર્યાદા સાથે રસી પણ જરૂરી

શર્લિનનો આ વીડિયો હવે મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે. બીજી બાજુ હવે એનસીબીએ અબ્દુલ કામદાર શેખ (ઉં. વ. ૩૦), શ્રેયલી નાયર (ઉં. વ. ૨૩), મનીષ રાજગરિયા (ઉં. વ. ૩૦), એવિન સાહુ (ઉં. વ. ૩૦)ની ધરપકડ કરી છે. નાયર અને શેખ પાસેથી મેક્ડ્રોન અને અન્ય ડ્રગ મળી આવ્યું હતું.

Whatsapp Join Banner Guj