આજે વહેલી સવારે પીએમ મોદી(PM Narendra Modi)એ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

નવી દિલ્હી, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવાના કેટલાક રસ્તામાંથી એક છે. જો તમે રસી માટે યોગ્ય હોવ તો જલદી રસી મૂકાવો. આ માટે http://CoWin.gov.in પર રજિસ્ટ્રેશન કરો.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કોરોના રસીનો પહેલો 1 માર્ચના રોજ લીધો હતો. તેઓ અચાનક નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા હતા અને ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. દિલ્હી એમ્સમાં કામ કરતા પુડુચેરીના સિસ્ટર પી નિવેદાએ પીએમ મોદીને કોરોના રસીનો પહેલો ડોઝ આપ્યો હતો.

આ પણ વાંચો….

