Vijay Rupani And Rushabh

મુખ્યમંત્રી રૂપાણીના દીકરા(CM Rupani son)ના લગ્ન અને લોકડાઉન ના લાગુ થવા પર વાયરલ ખબરો થતા, સીએમ રુપાણીએ કરવો પડ્યો ખુલાસો અને જણાવી હકીકત

CM Rupani son

ગાંધીનગર, 08 એપ્રિલઃ ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સ્થિતિ જોતા જ લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો. મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર(CM Rupani son)નું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ટ્વિટ કરવાની ફરજ પડી હતી. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવો પડ્યો હતો, આ સમાચાર ફેક છે. તેથી આ વાત પર ધ્યાન આપવું નહિ. ફેક ન્યૂઝ (fake news) માં લોકોએ મુખ્યમંત્રીના પરિવારને પણ છોડ્યા નથી.

સીએમ વિજય રૂપાણીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

tricks of success life: જીવનને સફળ બનાવવા માટે 5D કોન્સેપ્ટ અસરકારક, શું છે આ 5D જાણો પુનિલ લુલ્લા પાસેથી- જુઓ વીડિયો

ADVT Dental Titanium