Isudan Gadhvi

Punjab election result update: ગુજરાત આપ નેતા ઈસુદાન ગઢવીનો ભાજપને ખુલ્લો પડકાર, પંજાબ માં પાર્ટીના બહુમત પર કહી આ વાત

Punjab election result update: જનતા હવે અમને પણ મોકો આપશે અને અમે પણ કરીને બતાવીશું, પછી જોજો અહીં ભાજપ કે કોંગ્રેસનું કોઈ નામ નહીં લે: ઈસુદાન ગઢવી

અમદાવાદ, ૧૦ માર્ચ: Punjab election result update: પંજાબમાં જે રીતના પરિણામ આવી રહ્યા છે, તે જોતા આમ આદમી પાર્ટી હવે પૂર્ણ રાજ્યમાં પહેલી વાર સત્તાનું રાજસિંહાસન સંભાળવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સત્તા છે, પણ હવે એક સંપૂર્ણ રાજ્યમાં આપ પાર્ટી સત્તા સંભાળવા જઈ રહી છે, ત્યારે આ બાબતની ખુશી સમગ્ર આપ પાર્ટીમાં દેખાઈ રહી છે.

Punjab election result update: ત્યાર આ બાબતને લઈને ગુજરાત આપના નેતા ઈશુદાન ગઢવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતા હવે અમને પણ મોકો આપશે અને અમે પણ કરીને બતાવીશું, પછી જોજો અહીં ભાજપ કે કોંગ્રેસનું કોઈ નામ નહીં લે. કારણ કે, એ લોકોએ અત્યાર સુધી રાજકારણ કર્યું છે, અમે રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિ બદલવા આવ્યા છીએ. આમ આદમી પાર્ટીનું મોડલ, જનતાનું મોડલ જ્યાં એન્ટર થાય છે, ત્યાં બધી પાર્ટીના ભુક્કા નિકળી જાય છે. 

Aap
પંજાબ માં પાર્ટીના શાનદાર પ્રદર્શન પર ઉજવણી કરતા ગુજરાત આપ કાર્યકર્તાઓ

આ પણ વાંચો: UP election result 2022: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી બનાવશે સરકાર, ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છોડીને જતાં લોકોથી કંઈ ફરક પડવાનો નથી, કારણ કે લાખો લોકોએ આપ પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે, તેનો વિશ્વાસ એ નેતાઓ તોડી રહ્યા છે. જો કે, હવે જનતાને વધુ એક વિકલ્પ મળ્યો છે, ગુજરાતમાં આપ પાર્ટી વન સાઈડ ચાલશે, અને તે જનતાની જીત હશે. આમ આદમી પાર્ટીની નહીં.

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લડાઈ સ્પષ્ટ પણે ભાજપ સામે જ હશે, કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસની બે રાજ્યોમાં સરકાર છે, અમારે પણ બે રાજ્યોમાં સરકાર છે.  પંજાબની જનતાએ આપ પાર્ટીને મોકો આપ્યો છે, હવે ગુજરાતનો વારો છે.

Gujarati banner 01