crude oil

Crude oil price: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે ક્રૂડ ઓઇલના ભાવમાં નોધાયો ઘટાડો, વાંચો વિગતે

Crude oil price: આજે ક્રૂડ ઓઇલના ભાવમાં 13 ટકાનો કડાકો બોલાયો છે જે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે

નવી દિલ્હી, ૧૦ માર્ચ: Crude oil price: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ યુદ્ધ ના લીધે ક્રૂડ ઓઇલમાં ભડકો થયો અને ભાવ 8 વર્ષની ઉંચી સપાટીને વટાવી (Crude oil price) ગયો હતો. જો કે આજે (ગુરુવારે) તેમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો નોધાયો છે.

ઓપેક+ સમૂહના સભ્યોની ક્રૂડ ઓઇલના ઉત્પાદન મામલે બુધવારે બેઠક યોજાઇ હતી. જેમાં ઓપેકના સભ્ય યુનાઈટેડ આરબ અમીરાતે કહ્યું કે તેણે યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયા પરના પ્રતિબંધોને કારણે સપ્લાયમાં પડેલા વિક્ષેપ વચ્ચે વધારે ક્રૂડ ઓઇલ ઠાલવવાનું નક્કી કર્યુ છે. જેની અસર ક્રૂડ ઓઇલના ભાવમાં 13 ટકાનો કડાકો બોલાયો છે જે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.

આ પણ વાંચો: Punjab election result update: ગુજરાત આપ નેતા ઈસુદાન ગઢવીનો ભાજપને ખુલ્લો પડકાર, પંજાબ માં પાર્ટીના બહુમત પર કહી આ વાત

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 16.84 ડોલર અથવા 13.2 ટકા ઘટીને 111.14 ડોલર પ્રતિ બેરલ પર સેટલ થયો હતો, જે 21 એપ્રિલ, 2020 પછીનો તેમનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. તો યુએસ ક્રૂડ ફ્યુચર્સ નવેમ્બર પછીના તેમની સૌથી મોટા દૈનિક કડાકામાં 15.44 ડોલર અથવા 12.5 ટકા ઘટીને 108.70 ડોલર પર બંધ થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વૈશ્વિકબજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 135 ડોલર પ્રતિ બેરલની સપાટીને કુદાવી ગઇ હતી

ઓર્ગેનાઈઝેશન ઑફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ના સભ્યોમાં યુએઇ અને તેના પાડોશી સાઉદી અરેબિયા દેશો સામેલ છે જેઓ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકાએ દુનિયાભરના ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવા માટે હાકલ કરી છે.

Gujarati banner 01