Spicejet in Trouble

Spice jet ordered to operate only 50% of flights for 8 weeks: ટેકનિકલ ખામી સર્જાયા બાદ ડીજીસીએનું પગલું, સ્પાઈસ જેટને 8 સપ્તાહ સુધી 50 ટકા જ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો આદેશ

Spice jet ordered to operate only 50% of flights for 8 weeks: આઠ અઠવાડિયાના સમયગાળા માટે સમર ૨૦૨૨ હેઠળ મંજૂર કરાયેલાં  પ્રસ્થાન ૫૦  ટકા સુધી સીમિત કરવામાં આવ્યા

નવી દિલ્હી, 28 જુલાઇઃ Spice jet ordered to operate only 50% of flights for 8 weeks: ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ બુધવારે આદેશ આપ્યો હતો કે સ્પાઇસજેટ આઠ અઠવાડિયાના સમયગાળા માટે તેને ઉનાળાના સમયપત્રક માટે મંજૂર કરવામાં આવેલી ફ્લાઈટના મહત્તમ ૫૦ ટકા ફ્લાઇટનું જ સંચાલન કરી શકશે.

ડીજીસીએના આદેશમાં જણાવાયું છે કે સ્પોટ ચેક, નિરીક્ષણો અને સ્પાઈસજેટે  કારણ દર્શાવો નોટિસના આપેલા જવાબમાંથી મળેલી જાણકારીને ધ્યાનમાં રાખીને તેને આઠ અઠવાડિયાના સમયગાળા માટે સમર ૨૦૨૨ હેઠળ મંજૂર કરાયેલાં  પ્રસ્થાન ૫૦  ટકા સુધી સીમિત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૧૯ જૂનથી શરૂ થતા સમય દરમ્યાન સ્પાઈસજેટના વિમાનોમાં ઓછામાં ઓછી આઠ વાર ટેકનીકલ ખામી સર્જાઈ હતી જેના કારણે ડીજીસીએએ તેને ૬ઠ્ઠી જુલાઈએ કારણ દર્શાવો નોટિસ આપી હતી. ડીજીસીએએ નોટિસમાં કંગાળ આંતરિક સુરક્ષા અને અપૂરતી જાળવણીને કારણે સલામતિમાં ઘટાડો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

નોટિસ આપ્યાના ત્રણ દિવસ પછી તુરંત ડીજીસીએએ સ્પાઈસજેટ વિમાનોનું સ્પોટ નિરીક્ષણ શરૂ કર્યું હતું. સ્પોટ ચેક ૧૩ જુલાઈએ પૂર્ણ કરાયું હતું.

આ પણ વાંચોઃ Monkeypox Guidelines: વિશ્વભરમાં મંકીપોક્સના પગપેસારાએ સરકાર અને આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં- વાંચો WHOએ જાહેર કરેલ ગાઇડલાઇન વિશે

સિવિલ એવિયેશનના રાજ્ય મંત્રી વીકે સિંઘે તાજેતરમાં રાજ્ય સભાને જણાવ્યું હતું કે ડીજીસીએએ ૯ જુલાઈથી ૧૩ જુલાઈ દરમ્યાન ૪૮ સ્પાઈસજેટ વિમાનોમાં ૫૩ સ્પોટ ચેક કર્યા હતા અને જેમાં તેને સલામતિનું કોઈ મહત્વનું ઉલ્લંઘન નહોતું જણાયું.

સિંઘે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે,  (ડીજીસીએ) એ સ્પાઇસજેટને આદેશ આપ્યો હતો કે તે તમામ નોંધાયેલ ખામીઓ સુધારી લેવામાં આવી છે તેવી રેગ્યુલેટરને ખાતરી કરાવ્યા પછી જ કામગીરી માટે નિર્ધારીત ૧૦ વિમાનોનો જ ઉપયોગ કરે.

ડીજીસીએની સુરક્ષા ખામી પ્રક્રિયામાં સુધારાત્મક પગલા લેવા વિશે એરલાઈન્સને જણાવવું, નિર્ણય લેવા માટે એરલાઈન્સ દ્વારા લેવાયેલા સુધારાત્મક પગલાની સમીક્ષા કરવી તેમજ સંબંધિત એરલાઈન અથવા વ્યક્તિને ચેતવણી, સસ્પેન્શન, રદબાતલ અથવા નાણાંકીય દંડ લાદવાના પગલા સામેલ છે.

સ્પાઈસજેટને ૬ઠ્ઠી જુલાઈએ આપેલી નોટિસમાં ડીજીસીએએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ નિયમો, ૧૯૩૭ હેઠળ તે  સુરક્ષિત, સક્ષમ અને વિશ્વસનીય સેવા આપવામાં નિષ્ફળ નીવડી છે.

નોટિસમાં જણાવાયું હતું કે ઘટનાઓની સમીક્ષા દર્શાવતી હતી કે કંગાળ આંતરિક જાળવણીને કારણે સલામતીના ધોરણો કથળ્યા હતા.

ડીજીસીએએ ૧૯ જુલાઈથી તમામ ભારતીય એરલાઈન્સના વિમાનોનું ૨ મહિના માટે વિશેષ ઓડિટિંગ શરૂ કર્યું હતું. એમાં તેને જણાયું હતું કે અયોગ્ય એન્જિનીયરો વિમાનોને પ્રમાણિત કરી રહ્યા છે.

સ્પાઈસજેટના વિમાનોમાં સર્જાયેલી ખામીઓ

  • ૧૯મી જૂને દિલ્હી જતા પટણા એરપોર્ટથી ૧૮૫ પ્રવાસીઓ સાથે ટેકઓફ કરેલા વિમાનના એન્જિનમાં આગ લાગતા તેનું થોડી મિનિટોમાં જ ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. પક્ષી અથડાતા વિમાનનું એન્જિન ખોટવાઈ ગયું હતું.
  • ૧૯મી જૂને જ અન્ય એક બનાવમાં જબલપુર જતી ફ્લાઈટે કેબિનમાં પ્રેશરના મુદ્દાને કારણે દિલ્હી પાછા ફરવું પડયું હતું.
  • ૨૪ અને ૨૫ જૂને સ્પાઈસજેટના બે અલગ વિમાનો ફ્યુસલેજ ડોર ચેતવણી શરૂ થતા તેમને અડધા પ્રવાસેથી પાછા ફરવું પડયું હતું.
  • ૨જી જુલાઈએ જબલપુર જતી ફ્લાઈટના કેબિનમાંથી ધૂમાડો નીકળતા તેને દિલ્હી પાછા ફરવું પડયું હતું.
  • ૫મી જુલાઈએ ચીનમાં ચોંગકીંગ જતા વિમાનમાં વેધર રડાર કામ ન કરતું હોવાથી તેને પાછા વળવું પડયું હતું.
  • ૫મી જુલાઈએ દિલ્હી-દુબઈ જતી ફ્લાઈટ ઈંધણ ઈન્ડિકેટર ખરાબ થવાથી કરાંચી વાળવું પડયું હતું.
  • એ જ દિવસે કંડલા-મુંબઈની ફ્લાઈટના વિન્ડશીલ્ડમાં તિરાડ જણાતા તેનું ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું.

આ પણ વાંચોઃ PM Modi inaugurate sabar dairy plant: વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે, PM મોદીએ સાબર ડેરીના પ્લાન્ટનું કર્યું ઉદઘાટન

Gujarati banner 01