Uttrakhand

Uttarakhand Glacier Burst: 170 લોકો ગુમ, સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Uttarakhand Glacier Burst: વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મૃતકના આશ્રિતોને 2-2 લાખની આર્થિક સહાયતા પ્રદાન કરવાની પણ જાહેરાત કરી

Uttrakhand

ચમોલી, 08 ફેબ્રુઆરીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર(Uttarakhand Glacier Burst)નો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ખાતે આ દુર્ઘટના થઇ હતી. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ અનેક લોકો ગુમ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને 11 લોકોના મૃત દેહો મળી આવ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જોશીમઠના રૈણી ગામમાં ગ્લેશિયર તૂટવાના કારણે પેદા થયેલી આફત બાદ તરત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેમણે મૃતકોના પરિજનો માટે તાત્કાલિક 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ સાથે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મૃતકના આશ્રિતોને 2-2 લાખની આર્થિક સહાયતા પ્રદાન કરવાની પણ જાહેરાત કરી. 

Whatsapp Join Banner Guj

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના પર NDRF ના આઈજી અમરેન્દ્રકુમાર સેંગરે જણાવ્યું કે અકસ્માત બાદ વિભિન્ન એજન્સીઓ કામ કરી રહી છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી શકે. જે લોકો સુરંગમાં ફસાયેલા હતા તેમને ITBP દ્વારા સુરક્ષિત કાઢવામાં આવ્યા છે અને જે લોકો સુરંગની અંદર ફસાયેલા છે તેમને બચાવવાનું કામ ચાલુ છે. 

નોંધનીય છે કે, DRDO ની એક એક્સપર્ટ ટીમ આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને ચમોલીમાં અકસ્માતવાળી જગ્યાએ સ્થિતિની સમીક્ષા કરશે. ટીમ આસપાસના ગ્લેશિયરોનો પણ અભ્યાસ કરશે અને જોખમનોની જાણકારી મેળવવાની કોશિશ કરશે. 

આ પણ વાંચો…

Erthquake: આજે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ, રિક્ટલ સ્કેલ પર 3.5ની તીવ્રતા