WB Panchayat Election-2023: પશ્ચિમ બંગાલ પંચાયત ચૂંટણીમાં લોહિયાળ જંગ, આટલા લોકોની થઈ હત્યા…

WB Panchayat Election-2023: સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી આગચંપી-હિંસા અને બેલેટ પેપર સળગાવવાના અહેવાલો સામે આવી રહ્યા છે

નવી દિલ્હી, 08 જુલાઈઃ WB Panchayat Election-2023: પશ્ચિમ બંગાળના 22 જિલ્લાઓની 73,887 ગ્રામ પંચાયત બેઠકોમાંથી 64,874 પર આજે સવારેથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી આગચંપી-હિંસા અને બેલેટ પેપર સળગાવવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં ચૂંટણી હિંસામાં સાત લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં TMC કાર્યકર્તા, CPI(M) કાર્યકર અને BJPનો કાર્યકર ઉમેદવારના પોલિંગ એજન્ટ અને અપક્ષ ઉમેદવારના પોલિંગ એજન્ટ સામેલ છે.

મોટાભાગની અથડામણ અને હિંસા મુર્શિદાબાદ જિલ્લામાંથી નોંધાઈ છે. આજ સવારે અહીંના બેલડાંગા અને તુફાનગંજમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. આવી જ ઘટના શુક્રવારે રાત્રે રેજીનગરમાં બની હતી. અહીં બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. TMCએ દાવો કર્યો છે કે આ ત્રણ કાર્યકર્તા તેમની પાર્ટીના છે.

બીજી તરફ ખરગ્રામ ગામમાં કોંગ્રેસના કાર્યકરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે. સવારે મતદાન શરૂ થતાની સાથે જ કૂચ બિહારના સીતાઈમાં બારાવિતા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલેટ પેપરને આગ ચાંપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો… Governing body meeting: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY-મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો