Jama masjid delhi 1

Women banned from entering Jama Masjid: જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લઈને આવી પ્રતિક્રિયા

Women banned from entering Jama Masjid; ‘તાલિબાની ફરમાન ભારતમાં નહીં ચાલે’, જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લઈને આવી પ્રતિક્રિયા

દિલ્હી, 24 નવેમ્બર: Women banned from entering Jama Masjid: સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે અમે જામા મસ્જિદના શાહી ઈમામના તાલિબાની નિર્ણય વિરુદ્ધ નોટિસ જારી કરી છે. શાહી ઈમામનો આદેશ ગેરબંધારણીય છે. તેમને શું લાગે છે કે આ ઈરાન છે કે તેઓ ખુલ્લેઆમ મહિલાઓ સાથે ભેદભાવ કરશે અને તેમને કોઈ રોકશે નહીં,

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ હાલમાં એક નોટિસના કારણે વિવાદોમાં ચાલી રહી છે. મસ્જિદમાં દરેક જગ્યાએ નોટિસ લગાવવામાં આવી છે – જામા મસ્જિદમાં એકલી છોકરી અથવા છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ નોટિસ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતમાં આ તાલિબાની નિર્ણયને માન્યતા આપી શકાય નહીં. હવે આ વિવાદ પર જામા મસ્જિદના પીઆરઓ અધિકારીએ સ્પષ્ટતા આપી છે.

વિવાદ પર મસ્જિદ પ્રશાસનનો જવાબ આવ્યો

જામા મસ્જિદના પીઆરઓ અધિકારીએ કહ્યું છે કે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ નથી. જ્યારે છોકરીઓ એકલી આવે છે, ત્યારે ખોટા કામો થાય છે, વીડિયો બનાવવામાં આવે છે. પરિવાર કે પરિણીત યુગલો પર કોઈ પ્રતિબંધ નથી. તેને મીટીંગ પોઈન્ટ બનાવી દે, તે સ્વીકાર્ય નથી.

આ પહેલા જામા મસ્જિદના આરડબ્લ્યુએના જનરલ સેક્રેટરી મોહમ્મદ સલમાને કહ્યું હતું કે બોર્ડમાં કેટલીક ભૂલ હતી. આ મામલે અમે શાહી ઈમામ સાથે વાત કરવાના છીએ. એ ભૂલ સમયસર સુધારી લેવામાં આવશે. હવે, શું ભૂલ હતી,એના પર મોહમ્મદ સલમાન તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભૂલ સુધારી લેવામાં આવશે. એમ તો જેને હવે ભૂલ કહેવામાં આવી રહી છે, થોડા કલાકો પહેલા સુધી આ નવા નિયમની ખુલ્લેઆમ હિમાયત કરવામાં આવી રહી હતી.

અગાઉ શું દલીલ કરવામાં આવી હતી?

મસ્જિદ પ્રશાસનના નિર્ણય અંગે મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહે કહ્યું હતું કે, અહીં એકલી યુવતીઓ આવે છે, અહીં ખોટા કામો કરે છે, વીડિયો બનાવે છે, એને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીઆરઓ સબીઉલ્લાએ કહ્યું કે પરિવાર સાથે આવવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેને મીટિંગ પોઈન્ટ બનાવવું, પાર્ક ગણવું, ટિકટોક વીડિયો બનાવવા, ડાન્સ કરવો, કોઈપણ ધાર્મિક સ્થળ માટે યોગ્ય નથી. અમારા પ્રતિબંધનો હેતુ એ છે કે મસ્જિદ ઇબાદત માટે છે અને તેનો ઉપયોગ ઇબાદત માટે જ થવો જોઇએ. આ જગ્યા છોકરાઓને સમય આપવા માટે નથી. વીડિયો બનાવવા માટે નહીં.

આ પણ વાંચો: You can sell electricity like grain: અનાજની જેમ વીજળી વેચી શકશો: પીએમ મોદી

આના પર સ્વાતિ માલીવાલે કહી દીધું આવું 

હવે તે આદેશ સામે લોકોને વાંધો હતો, જે પ્રકારનો ખુલાસો રજૂ કરવામાં આવ્યો તેને પણ રોષ વધારવાનું કામ કર્યું. આ કારણોસર સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે અમે જામા મસ્જિદના શાહી ઈમામના તાલિબાની નિર્ણય વિરુદ્ધ નોટિસ જારી કરી છે. શાહી ઈમામનો આદેશ ગેરબંધારણીય છે. તેમને શું લાગે છે કે આ ઈરાન છે કે તેઓ ખુલ્લેઆમ મહિલાઓ સાથે ભેદભાવ કરશે અને તેમને કોઈ રોકશે નહીં. અમે મસ્જિદ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલ આ પ્રતિબંધને  હટાવીને રહીશું. હવે તે ગુસ્સાની અસર દેખાઈ રહી છે, જામા મસ્જિદ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૂલ સુધારી લેવામાં આવશે. તે વિવાદિત બોર્ડ હટાવવા અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

Gujarati banner 01