Gyasuddin Shaikh and Asaduddin Owaisi

Gujarat election 2022: “ઔવેસી ભાજપના ઇશારે કરે છે પ્રચાર, જ્યાં કોંગ્રેસ મજબૂત દેખાય ત્યાં પહોંચી જાય છે”: ગ્યાસુદ્દીનનો આરોપ

Gujarat election 2022: ગુજરાતમાં અસદુદ્દીનની નહીં, ગ્યાસુદ્દીનની જરૂર- દરિયાપુરની પ્રજા

અમદાવાદ, 25 નવેમ્બર: Gujarat election 2022: ગુજરાતનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી બાદ હવે અસુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. જો કે લોકોમાં એવી ચર્ચા છે કે ઓવૈસીની પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. જો કે ઓવૈસીના ઉમેદવારોની જીત થવી તે અસંભવ છે., એટલું જ નહીં ડિપોઝીટ પણ જપ્ત થશે. ઓવૈસી અમદાવાદની દરિયાપુર, જમાલપુર અને વડગામ બેઠક પર વધુ પ્રચાર કરી રહ્યા છે.

અહીંના લોકોનું કહેવું છે કે ઓવૈસીએ બીજેપીના ઈશારે અહીં ઉમેદવારો ઊભા રાખ્યા છે અને આ ત્રણેય સીટો પર ખાસ પ્રચાર માટે આવે છે. પરંતુ અહીંના લોકો તરફથી તેમને સમર્થન મળી રહ્યું નથી. તેમની સભાઓમાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળે છે. અમદાવાદની દરિયાપુર બેઠક પર પ્રચાર કરવા આવેલા ઓવૈસીનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો.

જેના કારણે તેમણે પ્રચાર કર્યા વગર પરત ફરવું પડ્યું હતું. લોકોનુ કહેવુ છે કે ભાજપના ઉમેદવાર કૌશિક જૈન અમિત શાહના માનીતા છે. જેના કારણે કોશિક જેનને જીતાવવા અમિત શાહ રિમોટ કંટ્રોલથી ઔવેસી ને આગળ કરે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીને આરોપ લગાવ્યો છે, કે ઔવેસીની નજર દરિયાપુર બેઠક પર નજર છે, જોકે જનતાને પસંદ નથી. પ્રચાર કરવા આવેલા ઔવેસીનો જનાતાએ વિરોધ નોંધાવ્યો હતો અને રોકડુ પરખાવી તગેડી મુક્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે AIIMએ ભાજપની બી ટીમ છે. જ્યાં કોંગ્રેસ મજબૂત દેખાય છે, ત્યાં અમિત શાહના ઇશારે પ્રચાર માટે મોકલી દેશે.

ગ્યાસુદ્દીનનો આરોપ છે કે એમઆઈએમના પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી પ્રચાર કાર્યક્રમોનું આયોજન કરે છે, પરંતુ ઓવૈસી પોતે જ નક્કી કરે છે કે ક્યાં પ્રચાર કરવો અને ખાસ કરીને દરિયાપુર પ્રચાર કરવા આવે છે. પરંતુ દરિયાપુરના લોકો જાગૃત છે, તેઓ બધુ જાણે છે. તેથી જ ઓવૈસીના પ્રચાર દરમિયાન ખુરશીઓ ખાલી રહે છે. એટલું જ નહીં લોકોના વિરોધને કારણે તેમણે અહીંથી દૂમ દબાવીને ભાગવું પડે છે.

આ પણ વાંચો: Memu train canceled: પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે, અહીં જાણો…

Gujarati banner 01