yogi adityanath Will Take Oath As CM

yogi adityanath Will Take Oath As CM: લખનૌના એકાના સ્ટેડિયમમાં બીજીવાર CM પદના શપથ લેશે યોગી આદિત્યનાથ, સાંજે 4 વાગ્યાથી સમારોહ થશે શરુ

yogi adityanath Will Take Oath As CM: આ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓ સહિત ભાજપશાસિત 12 રાજ્યોના સીએમ અને 5 ડેપ્યૂટી સીએમ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે

નવી દિલ્હી, 25 માર્ચઃ yogi adityanath Will Take Oath As CM: યોગી આદિત્યનાથ શુક્રવારે એટલે કે આજે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. લખનૌના અટલ બિહારી વાજપેયી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (એકાના સ્ટેડિયમ)માં સાંજે 4 વાગ્યાથી શપથ સમારોહની શરૂઆત થશે. આ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓ હાજર રહેશે. ભાજપશાસિત 12 રાજ્યોના સીએમ અને 5 ડેપ્યૂટી સીએમ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સિવાય યોગીએ શપથ સમારોહ માટે ઘણા વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.

આ પહેલાં ગુરુવારે લખનૌમાં યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં ઉત્તર પ્રદેશના પ્રખ્યાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. યોગીએ કહ્યું કે, રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એક જ પાર્ટીના નેતા સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. મારી પાસે કોઈ વહીવટી અનુભવ નહોતો પરંતુ પાર્ટીએ 2017માં મારા પર વિશ્વાસ કર્યો અને આજે PM મોદીના નેતૃત્વમાં યુપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ President in jamnagar: રામનાથ કોવિંદનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત, INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે

ગુરુવારે યોગી આદિત્યનાથે 50 નેતાઓને ચા માટે આમંત્રણ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી સરકાર 2.0ની નવી કેબિનેટમાં 45થી 46 મંત્રીઓ શપથ લઈ શકે છે. તેમાંથી 16થી 17 જૂના મંત્રીઓને યોગી કેબિનેટમાં સ્થાન મળવાની આશા છે. બીજી તરફ આ વખતે લગભગ 20 જેટલા નવા ચહેરાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી ડેપ્યૂટી સીએમ બની શકે છે. તેનું કારણ એ છે કે, ભાજપ સપા અને અન્ય વિપક્ષી દળોના ઓબીસી વર્ગની અવગણના કરવાના આક્ષેપોમાં ઘેરાવા નથી માગતી. આ સાથે જ પાર્ટી સરકારની જગ્યાએ દિનેશ શર્માને સંગઠનમાં મોટી ભૂમિકા આપી શકે છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહને પણ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

Gujarati banner 01