President in jamnagar

President in jamnagar: રામનાથ કોવિંદનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત, INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે

President in jamnagar: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

જામનગર, 25 માર્ચઃ President in jamnagar: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા આજે શુક્રવારે સવારે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ જામનગર એરપોર્ટ ખાતે સવારે 09:00 વાગ્યે ઉતર્યા હતા. ત્યારબાદ જામનગર એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વાલસુરા ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ત્યારબાદ બપોરે એક વાગ્યે વાલસુરાથી એરપોર્ટ મથક માટે રવાના થશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે તેઓ જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત અને ઉષ્માપૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ અને જામનગરના મેયર બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે. આ પ્રસંગે કલેક્ટર ડો. સૌરભ પારઘી, અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ Heatwave forecast: ગુજરાતમાં 4 દિવસ માટે હીટવેવની આગાહી, આ શહેરોમાં વધુ અનુભવાશે ગરમી- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Advertisement
Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.