hindu calendar panchang

20 days of festival in August: ઓગષ્ટમાં વ્રત-પર્વના 20 દિવસ, જાણો તહેવારોની તીથિ અને તારીખ

20 days of festival in August: આ મહિનામાં શ્રાવણના ચાર સોમવાર રહેશે. જે 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ રહેશે

ધર્મ ડેસ્ક, 02 ઓગષ્ટઃ 20 days of festival in August: ઓગસ્ટના 31માંથી 20 દિવસ ઉત્સવ રહેશે. આ મહિનાની શરૂઆત શ્રાવણના સોમવારથી થઈ રહી છે. ત્યાં જ, મહિનાના છેલ્લાં દિવસે ગણેશ ચતુર્થી પર્વ ઉજવાશે. ઓગસ્ટના બીજા અને છેલ્લાં સપ્તાહમાં પાંચ દિવસ વ્રત-પર્વના રહેશે. આ મહિનામાં શ્રાવણના 4 સોમવાર રહેશે. સાથે જ, રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા વ્રત-તહેવાર પણ ઉજવાશે.

શ્રાવણ મહિનો 27 તારીખ સુધી રહેશે. આ મહિનાને રોગ, ક્લેશ અને વિકારોને દૂર કરનાર પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ આખું વર્ષ મળે છે. આ મહિનામાં શ્રાવણના ચાર સોમવાર રહેશે. જે 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ રહેશે. સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યાં જ, 9 ઓગસ્ટના રોજ ભોમ પ્રદોષનો શુભ સંયોગ દરેક પ્રકારના દોષ અને રોગનું નિવારણ કરનાર રહે છે.

આ પણ વાંચોઃ Shailesh lodha and Raj anadkat quit the show: ટપુને ‘તારક મહેતા..’એ સિરિયલ છોડી, પ્રોડ્યુસર અસિત મોદીએ કહી આ વાત- વાંચો વિગત

ઓગસ્ટમાં આવનાર પર્વ અને તિથિ-તહેવાર

તારીખ અને વારતિથિ-તહેવાર, પર્વ અને ખાસ તિથિઓ
1 ઓગસ્ટ, સોમવારશ્રાવણનો પહેલો સોમવાર
2 ઓગસ્ટ, મંગળવારમંગળાગૌરી વ્રત
4 ઓગસ્ટ, ગુરુવારગોસ્વામી તુલસીદાસ જયંતી
8 ઓગસ્ટ, સોમવારપુત્રદા એકાદશી, બીજો સોમવાર
9 ઓગસ્ટ, મંગળવારમંગળા ગૌરી વ્રત, પ્રદોષ
11 ઓગસ્ટ, ગુરુવારરક્ષાબંધન
12 ઓગસ્ટ, શુક્રવારસ્નાન-દાન પૂર્ણિમા
14 ઓગસ્ટ, રવિવારકજ્જલી ત્રીજ, ફુલકાજળી વ્રત
15 ઓગસ્ટ, સોમવારબોળચોથ
16 ઓગસ્ટ, મંગળવારનાગપંચમી
17 ઓગસ્ટ, બુધવારરાંધણ છઠ્ઠ, સિંહ સક્રાંતિ
18 ઓગસ્ટ, ગુરુવારશીતળા સાતમ
19 ઓગસ્ટ, શુક્રવારશ્રીકૃષ્ણ જન્માષ્ટમી
23 ઓગસ્ટ, મંગળવારઅજા એકાદશી
24 ઓગસ્ટ, બુધવારપ્રદોષ વ્રત
25 ઓગસ્ટ, ગુરુવારશિવ ચૌદશ, ગુરુ પુષ્યામૃત
26 ઓગસ્ટ, શુક્રવારઅમાસ
27 ઓગસ્ટ, શનિવારસ્નાન-દાનની શનિશ્ચરી અમાસ, કુશગ્રહિણી અમાસ
30 ઓગસ્ટ, મંગળવારકેવડા ત્રીજ
31 ઓગસ્ટ, બુધવારગણેશ ચોથ, ગણેશ ઉત્સવ શરુ

આ પણ વાંચોઃ ABout Fire Department: અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર

Gujarati banner 01