Fire Department

ABout Fire Department: અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર

Fire Department: સરકાર દ્વારા ફાયર વિભાગમાં રૂ.૧૨.૪૭ કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ માટેનાં સાધનો વસાવવામાં આવ્યાં…

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ, મીનેશ પટેલ

અમદાવાદ, 02 ઓગષ્ટઃFire Department: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે આ વર્ષના ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ફાયર કોલ એટેન્ડ કરીને સૌથી વધુ આગના બનાવો સામે ત્વરિત રિસ્પોન્સની કામગીરીનો રેકોર્ડ નોંધાવ્યો છે. ચાલુ વર્ષે જયારે સમગ્ર રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં ભીષણ ગરમી અને આગ લાગવાના બનાવોની સ્થિતિ હતી ત્યારે અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રસ્ત હતા. સઘન શહેરીકરણ તેમજ શહેરીજનો દ્વારા તેમની ઓફિસો અને ઘરોને ઠંડું કરવા એસીના ઉપયોગના લીધે દર વર્ષે કાર્બન એમિશન અને ગ્લોબલ વોર્મિંગના લીધે શહેરોમાં આગની ઘટનાઓમાં વધારો થયો જોવા મળી રહ્યો છે.


AFESના ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા સાથે રૂબરૂ મુલાકાત દરમ્યાન મળેલ માહિતી મુજબ એપ્રિલ-2022માં અમદાવાદ શહેરમાં નોંધાયેલી આગની સંખ્યા છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ હતી. લેટેસ્ટ આંકડાઓ અનુસાર વર્ષ 1981થી 2010 વચ્ચે એપ્રિલમાં અમદાવાદ શહેરનું સૌથી વધુ સરેરાશ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલું છે. તેની સરખામણીમાં, એપ્રિલ 2022માં, શહેરમાં આખા મહિનામાં માત્ર એક જ વાર મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ આંકડાઓ શહેરમાં નોંધાયેલા વિક્રમજનક આગના બનાવોની સાક્ષી પૂરે છે.

cf5860c2 a92e 44e9 81b9 f5c929a25d35


અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (AFES)ને એપ્રિલ-2022માં કુલ 242 ફાયર કોલ મળ્યા હતા, જે છેલ્લાં 5 વર્ષમાં એપ્રિલ મહિનામાં વિભાગને મળેલા સૌથી વધુ કોલ છે.


અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષમાં મળેલા કુલ ફાયર કોલ
2018-19: 2,287
2019-20: 1,950
2020-21: 1,907
2021-22: 1,928
આંકડાઓ દર્શાવે છે કે કોવિડ મહામારીના બે વર્ષ દરમિયાન લોકડાઉનના લીધે ફાયર કોલ્સ ઘટી ગયા હતા, પરંતુ વર્ષ 2021-22માં આગના બનાવો અને ફાયર કોલ્સમાં ફરીથી વધારો થયો છે.

આ પણ વાંચોઃ 81 lakes will be developed: અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપ મેન્ટ – જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા


અમદાવાદ શહેરમાં એપ્રિલ 2018માં આગની 222 ઘટનાઓ નોંધાઈ હતી, જે એપ્રિલ 2019માં વધીને 235 થઈ ગઈ હતી. એપ્રિલ 2020માં જ્યારે લોકડાઉન હતું, ત્યારે આ સંખ્યા ઘટીને 143 થઈ ગઈ હતી. એપ્રિલ 2021માં બીજા કોવિડ વેવ દરમિયાન આંશિક લોકડાઉન હોવા છતાં ઘટનાઓ વધીને 182 થઈ ગઈ હતી. આ વર્ષે વસ્તુઓ સામાન્ય થતાં એપ્રિલમાં 242 ફાયર કૉલ્સ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જે મોટાભાગની ઓફિસો અને ઘરોમાં ચોવીસ કલાક વીજળીથી ચાલતી કૂલિંગ એપ્લિકેશનની આગને લગતી હતી. આ વર્ષે એપ્રિલમાં નોંધાયેલી આગની ઘટનાઓની સંખ્યા કોવિડ મહામારી પહેલા નોંધાયેલી આગની સંખ્યા કરતા ઘણી વધારે છે.

b7a4dcbc d3e4 499e b08b 38174e905b67


આ ઉપરાંત, AFES દ્વારા ગત મે મહિનાના એક પખવાડિયામાં 181 ફાયર કોલ એટેન્ડ કર્યા છે. દરરોજ ઓછામાં ઓછી 4થી 5 આગની ઘટનાઓનો સામનો કરનારા ફાયર અધિકારીઓ કહે છે કે મે 2022 માં આગની ઘટનાઓની કુલ સંખ્યા 300ને વટાવી જવાની સંભાવના છે.
AFESના ડેટા દર્શાવે છે કે છેલ્લા 49 દિવસમાં 40 કાર આગની લપેટમાં આવી હતી જે લગભગ એક દિવસમાં એક કાર સળગવા બરાબર છે. એપ્રિલ 2022માં ડિપાર્ટમેન્ટને કારમાં આગ વિશે 19 કોલ મળ્યા હતા અને મે 2022ના પ્રથમ 19 દિવસમાં શહેરના રસ્તાઓ પર કારમાં આગ લાગવાની 21 ઘટનાઓ નોંધાઈ હતી.

સાવચેતીના પગલાં વિશે પૂછતા, AFESના ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રીકલ ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ ટાળવા માટે તેનો તર્કસંગત ઉપયોગ કરવો આવશ્યક છે, જે ઓવરહીટિંગનું મુખ્ય કારણ છે.

0731eb63 0d9b 4d01 b3e4 b2aade3227de


“સબસ્ટાન્ડર્ડ ફિક્સર અને ઉપકરણોનો ઉપયોગ ન કરીને, વાયરિંગ પર કામચલાઉ અથવા લુઝ કોન્ટેક્ટવાળા વાયરિંગ અટકાવવા જોઈએ તથા, કાર્પેટ, સાદડીઓ અથવા દરવાજાની નીચે વાયર ન નાખવા જોઈએ તેમજ, સોકેટમાં ખુલ્લા વાયરના છેડા ન મૂકીને અને યોગ્ય MCB, ELCB સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરીને આગ સલામતી ખૂબ વધારી શકાય છે.”

ISI માર્ક તેમજ સારી ગુણવતાવાળા વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા પર વધારે ભાર આપવાથી ઇલેક્ટ્રિકલ ફાયરની સંખ્યામાં મહત્તમ ઘટાડો કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા પણ ફાયર સ્થિતિનો તાગ મેળવીને અમદાવાદ ફાયર વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા બે દિવસ અગાઉ જ રૂ. 12.47 કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ માટેનાં સાધનો વસાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ Fire accident in private hospital: ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 10 લોકોના મોત નિપજ્યા

Gujarati banner 01