CNG Price increase for vehicles

Hiked CNG Prices: CNGના ભાવમાં થયો વધારો, નવો ભાવ આજથી જ થશે અમલ- વાંચો વિગત

Hiked CNG Prices: અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો

અમદાવાદ, 02 ઓગષ્ટઃ Hiked CNG Prices: રાજ્યમાં આ વર્ષની શરૂઆતથી જ ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર-ધંધાઓને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે. આમ સીએનજીનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધીને 85.89 રૂપિયા રહેશે. 

સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.

આ પણ વાંચોઃ 20 days of festival in August: ઓગષ્ટમાં વ્રત-પર્વના 20 દિવસ, જાણો તહેવારોની તીથિ અને તારીખ

આ પણ વાંચોઃ Shailesh lodha and Raj anadkat quit the show: ટપુને ‘તારક મહેતા..’એ સિરિયલ છોડી, પ્રોડ્યુસર અસિત મોદીએ કહી આ વાત- વાંચો વિગત

Gujarati banner 01