ambaji temple image

Ambaji darshan time: આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે; પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી

Ambaji darshan time: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી ….. આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૩ સપ્ટેમ્બર:
Ambaji darshan time: અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસર ને સાફ સફાઈ કરી જે ખાસ કરી ને અમદાવાદ નાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષ થી આ વીધી સાથે સંકળાયેલાં છે. આ વીધી માં અંબાજી મંદિર પરીષર નેં નદીઓ ના નીર થી ધોવામાં આવે છે. અને માતાજીનાં શણગાર ના સોંના ચાંદી નાં દાગીનાઓ ને મંદિર નાં પવિત્રજળ ની ધોવામાં આવે છે

આજે અંબાજી મંદિર માં કરવામાં આવેલી પક્ષાલનવીધી માં પ્રસિધ્ધ ગાયીકા અનુરાધા પોંડવાલ ,પુર્વ ગ્રુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા. જીલ્લા પોલીસ વડા.જીલ્લા કલેકટર સહીત અનેત અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા જોકે અંબાજી આવેલા અનુરાધા પોંડવાલે મં અંબે ના ભક્તો ને નવરાત્રી ની એજવાન્સ માં શુભેચ્છાઓ પાઠવી હતી

વર્ષ દરમ્યાન આજે પક્ષાલન માં એકજ વખત બહાર લાવવામાં આવતા માતાજી ના શણગાર ના તમામ દાગીના ની સફાઈ કરવામાં આવે છે. એટલુંજ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારા નાં બદલે પાંચ ગ્રામ સોન નું તક્તુ માતાજી ના હાર માં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનો હાર નાં નામે માતાજી ને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે જે હમણા સુધી માં માતાજી ના હાર માં આજ સુધી ની 186 તક્તા નો હાર માતાજી પાસે છે કે ભાદરવી પુનમ નાં મેળાં દરમીયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે ને આ યાત્રીકો ની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતો ને ધ્યાનમાં રાખી આ મંદિર ની પવીત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે.

જોકે આજે પક્ષાલન વીધી ના પગલે મંદિર બંધ રહેતા અંબાજી મંદિર શોપીંગ સેન્ટર ની તમામ દુકાનો પણ બંધ રહી હતી ને આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે

આ પણ વાંચો…Exam special train: 25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ–ખાતિપુરા (જયપુર) વચ્ચે ચાલશે એક્ઝામ સ્પેશિયલ ટ્રેન

Whatsapp Join Banner Guj