d7edf572 4a97 4be1 b346 7eaf71399bba

Sardar patel award:ઓર્ગેનિક ખેતી દ્વારા ખેતપેદાશનું પ્રોસેસીંગ – મુલ્યવર્ઘન કરનાર વિશાલ વાટીકાનું સરદાર પટેલ એવોર્ડ દ્વારા સન્માન

Sardar patel award: ડાંગ જિલ્લાને રાજ્યનો સૌપ્રથમ સંપૂર્ણપણે રાસાયણિક ખેતીથી મુક્ત જિલ્લો જાહેર કરીને ધરતીપુત્રોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી

ડાંગ, 19 નવેમ્બરઃSardar patel award: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિકરૂપે પાંચ ખેડૂતોને સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું તથા ‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમના હાર્દને સ્પષ્ટ કરતા પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ્સની મુલાકાત લઈને વિસ્તૃત જાણકારી મેળવવા સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડાંગ માટેની આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વપરાશ સાથે પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાનો રાજય સરકારનો પ્રયાસ છે. ડાંગના ખેડૂતોને બિરદાવતાં તેમણે કહ્યું કે વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જોવા દેશ-દુનિયાના લોકો ડાંગ આવશે.

આ પણ વાંચોઃ Duplicate products in Osia mall: વસ્ત્રાલના ઓશિયા મોલમાંથી મળી આવી ડુપ્લિકેટ પ્રોડક્ટ, રામોલ પોલીસે શરૂ કરી તપાસ

ઔષધીય વનસ્પતિનું સેન્દ્રિય ખેતી ( ઓર્ગેનિક ખેતી ) દ્વારા પકવેલ ખેત પેદાશનું પ્રોસેસીંગ – મુલ્યવર્ઘન કરી પોતાના ટ્રેડમાર્ક વિશાલ વાટીકા નામ થી ઘણી બઘી આયુર્વેદિક દવાઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આ વિષયને ધ્યાનમાં લઇ ગુજરાત ના રાજયપાલ આચાયઁ દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ભભાઈ.પટેલ ના વરદહસ્તે સાલ અને સન્માન પત્ર સાથે ગુજરાત સરકાર નો કૃષિક્ષેત્રે સવોઁચ્ચ એવોડઁ “સરદાર પટેલ એવોડઁ”(Sardar patel award) ડાંગ ખાતે મળેલ છે.

આ પુરસ્કાર મેળવનાર શ્રેયસ પટેલનું કહેવું છે કે, “મારા કાર્ય બદલ સરદાર પટેલ એવોર્ડનું જે સન્માન મળ્યું છે, તે મારા અને મારા પરિવાર માટે ગર્વની બાબત છે.” તે માટે રાજ્ય સરકાર અને પોતાની સાથે જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો.

ગુજરાત સરકારના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ અને રાજ્ય કૃષિ મંત્રી મુકેશભાઈ પટેલ , આદિજાતિ મંત્રી નરેશભાઇ પટેલ, ગુજરાત રાજ્યના પ્રાકૃતિક ખેતી ના બ્રાન્ડ એમ્બેસેડર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે અને ખેતીવાડી ખાતાના વિવિધ અધિકારીઓ અને વિવિધ મીડિયાના પત્રકારોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

આ કાર્યક્રમ વિશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટર પર ફોટો અપલોડ કરતા લખ્યું કે,’આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ગરીમામય ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાને રાજ્યનો સૌપ્રથમ સંપૂર્ણપણે રાસાયણિક ખેતીથી મુક્ત જિલ્લો જાહેર કરીને ધરતીપુત્રોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી.’

Whatsapp Join Banner Guj