somnath shravan mas

first Somvar of shravan month:શ્રાવણના પ્રથમ સોમવારે, શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો

first Somvar of shravan month: સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે

ધર્મ ડેસ્ક, 01 ઓગષ્ટ: first Somvar of shravan month: આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસનો પર્વ હોય અને તેમાં પણ સોમવારનો દિવસ હોય તો અનેરું મહત્વ હોય છે. આજના દિવસે વ્રત કરવાની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાનો સોમવાર ભગવાન શિવને અતિપ્રિય હોય છે. ત્યારે સોમનાથમાં ભક્તિમય માહોલ બની ગયો છે.  

ગુજરાતભરના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યુ છે. વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. બમ બમ ભોલે, હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ આખા સોમનાથ પરિસરમાં ગુંજી ઉઠ્યા છે.

સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરોમાં ભક્તોની લાઈન જોવા મળી છે. આ મંદિરની ખાસિયત એ છે કે, અહીં મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરતા હોય તેથી તેને ઈચ્છાનાથ મહાદેવ મંદિર નામ આપ્યુ છે. અનેક લોકોની ઈચ્છા અહીં પૂરી થાય છે. હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. 

આ પણ વાંચોઃ Padhega india to badhega india: ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ તથા ‘કાઈન્ડ ફાઉન્ડેશન’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો વાલીઓ ના સન્માન નો અનોખો કાર્યક્રમ

આ પણ વાંચોઃ jeremy win gold CWG 2022: ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં બીજો એક ગોલ્ડ મળ્યો, વેઈટલિફ્ટર લાલરિનુંગા જેરેમીએ જીત્યો આ ખિતાબ

Gujarati banner 01