Padhega india to badhega india

Padhega india to badhega india: ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ તથા ‘કાઈન્ડ ફાઉન્ડેશન’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો વાલીઓ ના સન્માન નો અનોખો કાર્યક્રમ

Padhega india to badhega india: કાઈન્ડ ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે વાલીઓ ને સાડીઓ તથા વિદ્યાર્થીઓ ને પુસ્તકો નું વિતરણ પણ કરવામાં આવ્યું

વડોદરા, 31 જુલાઇઃPadhega india to badhega india: ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ તથા ‘કાઈન્ડ ફાઉન્ડેશન’ ના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા છતાં પણ વિદ્યાર્થીઓ ને યોગ્ય શિક્ષણ ની તકો આપી રહેલા વાલીઓ ના વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન સી. કે. પ્રજાપતિ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ના જીવનમાં વાલીઓ ના યોગદાનની સહારનાહ ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર એન્ડોરસિ એવા લાયન રમેશ પ્રજાપતિ, વિશેષ આમંત્રિત મેહમાન તરીકે વડોદરા મહાનગરના કોર્પોરેટર્સ એવા સંગીતાબેન ચોક્સી તથા રાજેશ પ્રજાપતિ, કાઈન્ડ ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ કોમલ મકવાણા અને નેટ ઝીરો ક્લબ ના ચાર્ટર પ્રેસિડન્ટ લાયન શાયના સુંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ jeremy win gold CWG 2022: ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં બીજો એક ગોલ્ડ મળ્યો, વેઈટલિફ્ટર લાલરિનુંગા જેરેમીએ જીત્યો આ ખિતાબ

લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો એ પર્યાવરણ પ્રત્યે ખૂબ જ આગવી રીતે કાર્ય કરવા માટે જાણીતું છે, ત્યારે લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો ના પ્રેસિડન્ટ લાયન આશુ મનચંદા એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી. કે. પ્રજાપતિ સ્કૂલ ના પ્રિન્સિપાલ નયનાબેન, તમામ લાયન્સ ક્લબના હોદ્દેદારો અને સભ્યોને બિરદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કાઈન્ડ ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે વાલીઓ ને સાડીઓ તથા વિદ્યાર્થીઓ ને પુસ્તકો નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

7c977498 47ec 4830 b0d0 c74ecfa2f8ba

આ પણ વાંચોઃ Court judgement: કોર્ટનો નિર્ણય, કહ્યું- કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર થયેલ મોત પણ કોવિડ ડેથ ગણાશે

Gujarati banner 01